40 કલાક! ન વોશરૂમ જવા દીધા ન ભરપેટ ભોજન મળ્યું- હવે અમેરિકા સહિત 20 દેશોમાં પ્રતિબંધ

  • India
  • February 6, 2025
  • 0 Comments
  • 40 કલાક! ન વોશરૂમ જવા દીધા ન ભરપેટ ભોજન મળ્યું- હવે અમેરિકા સહિત 20 દેશોમાં બેન

અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 104 ભારતીયોને લઈને US મિલિટ્રીનું C-17 પ્લેન 5 ફેબ્રુઆરીએ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું.

આ લોકોના પગોમાં ચેન બાંધવામાં આવી હતી, જ્યારે હાથમાં હાથકડી લગાવવામાં આવી હતી. અમેરિકન બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ બેંકે પોતાના એક્સ હેન્ડલ પર આનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતીયોના હાથ અને પગોમાં બડીઓ સ્પષ્ટ રીતે દેખાય છે.

ટેક્સાસના સેન્ટ એન્ટોનિયો એરપોર્ટ પર અમેરિકન સૈન્ય અધિકારીઓએ ભારતીયોને આવી સ્થિતિમાં જ મિલિટ્રી પ્લેનમાં ચઢાવ્યા હતા. અમેરિકાથી ભારત આવતા 40 કલાકનો સમય લાગે છે. આ તમામ ભારતીય 40 કલાક સુધી હાથકડીઓ અને બેડીઓમાં બેડીઓમાં ઝકડાયેલા રહ્યાં હતા.

કેટલાક લોકોએ મીડિયાને જણાવ્યું કે તેમણે પ્લેનમાં એક જગ્યા ઉપર બેસેલા રહેવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે વોશરૂમ પણ જવા દેવામાં આવ્યા નહતા. જ્યારે લોકોએ વધારે વિરોધ કર્યો તો પ્લેનનો ક્રૂ પોતાના સાથે વોશરૂમ સુધી લઈ ગયા અને દરવાજો ખોલીને અંદર ધકેલી દીધા.

લોકોએ જણાવ્યું કે તેમણે એકદમ ઓછું ભોજન આપ્યું, જેને હાથ બાંધીને જ ખાવું પડ્યું હતું. ડિપોર્ટ કરેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ હતા. અમેરિકાથી ભારત વચ્ચે પ્લેનમાં ચાર જગ્યા પર રિફ્યુલિંગ માટે સ્ટોપ લીધો પરંતુ અંદર બેસેલા લોકોને પ્લેનમાંથી બહાર નિકળવાની પરવાનંગી નહતી.

આ પણ વાંચો- સંસદમાં ગૂંજ્યો અમેરિકાથી ભારતીયોને હાકી કાઢવાનો મુદ્દો, વિપક્ષી સાંસદે હાથકડી પહેરી, જુઓ વિડિયો

પંજાબના 30 અને હરિયાણા-ગુજરાતના 33-33 લોકો

પ્લેનમાં પંજાબના 30. હરિયાણા-ગુજરાતના 33-33 લોકો સામેલ હતા. તેમાંથી 11 ક્રૂ મેમ્બર અને 45 અમેરિકન અધિકારી પણ સાથે આવ્યા હતા.

અમૃતસર એરપોર્ટના સુરક્ષા અધિકારીઓ અનુસાર, આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું. અહીંથી ઈમિગ્રેશન અને કસ્ટમથી ક્લિયરન્સ પછી પંજાબ પોલીસને સોંપી દેવામાં આવ્યા. પંજાબમાં ડિપોર્ટ કરેલા લોકોને પોલીસની ગાડીઓમાં તેમના ઘરે મોકલવામાં આવ્યા.

આ 104 ગેરકાયદે પ્રવાસીઓમાંથી 48ની ઉંમર 25 વર્ષની છે. 13 બાળકો છે, જેમાં એક ચાર વર્ષનું બાળક પણ છે. અમૃતસર પહોંચનારાઓને પોલીસની ગાડીઓમાં તેમના ગામ સુધી લઈ ગયા. બાકી રાજ્યોના લોકોને ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવ્યા. આ બધા અમેરિકા સહિત 20 દેશોમાં ક્યારેય જઈ શકશે નહીં.

આ પણ વાંચો- શું ટ્રમ્પ ગાઝા ઉપર કબ્જો કરવા જઈ રહ્યાં છે? સત્તામાં આવતા જ વિશ્વની નજરે ચઢ્યા ટ્રમ્પ

Related Posts

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
  • October 29, 2025

Gold Ban: આપણા દેશમાં સોનુ પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને સમાજ સાથે વણાયેલું હતું. દીકરીના લગ્ન હોયકે કોઈ ધાર્મિક પ્રસંગ સોનુ આપવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવતી હતી ત્યારે સોનાના ભાવો…

Continue reading
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત
  • October 29, 2025

Cyclone Montha Hits Andhra Coast :  ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ચક્રવાત મોન્થા બુધવારે (29 ઓક્ટોબર) સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું હતું. IMD એ જણાવ્યું હતું કે ચક્રવાત પસાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 7 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 9 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 9 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  • October 29, 2025
  • 24 views
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 13 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 17 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh