
Gujarat: ગુજરાત સહિત દેશમાં અનેક લોકો નાની-મોટી સમસ્યાઓ સામે લડી રહ્યા છે. લોકો કચેરીઓના ધક્કા ખાય છે. તેમ છતાં કામ થતાં નથી. લોકોને વારંવાર અરજીઓ કરવી પડે છે. છતાં સરકાર સાંભળતી નથી. તો શું હવે મુખ્યમંત્રીને ફોન કરશો તો સાંભળશે ખરા? લોકોનું જલ્દી કામ થઈ જશે? આ સહિતના અનેક સવાલો છે. આ વચ્ચે હવે ગુજરાતમાં મુખ્યમંત્રીને સીધો ફોન કરી લોકો પોતાની સમસ્યાનું હલ લાવી શકે તે માટે મથામણ થઈ રહી છે. જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મથામણ પણ કેટલી સાકાર થશે તે એક સવાલ છે.
ગઈકાલે જ ખેડા જીલ્લાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં નડિયાદ કલેક્ટર કચેરીમાં એક મહિલા પોતાના બાળકનો જન્મનો દાખલો કઢાવવા માટે આવી હતી. જો કે દાખલો ન નિકળતાં મહિલા પોકે પોકે રહી હતી. મહિલાએ રડતાં રડતાં કહ્યું હતુ કે હું 25 દિવસથી કચેરીઓના ધક્કા ખાઈ રહી છે, પણ કર્મચારીઓ માત્ર ગોળગોળ જવાબ આપી રહ્યા છે. કોઈ કર્ચમારીએ સીધો મહિલાને જવાબ કે દાખલો કાઢી આપ્યો ન હતો. છેલ્લે મહિલા હારી જતાં રડવાનો વારો આવ્યો. આવા સમયે શું મુખ્યમંત્રી શું કરે છે તે જ ખબર પડતી નથી. ખેડા જીલ્લાનું તંત્ર શું કરવા બેઠું છે? ત્યારે હવે સીધી મુખ્યમંત્રીને વાત કરવાથી કામ થશે કે આ સરકારના કર્મચારીઓ ગરીબોને હેરાન જ કરશે?
મુખ્યમંત્રીને સીધો ફોન કરવાની યોજના લાગુ કરવા માટે બજેટ પણ ફાળવવામાં આવ્યુ છે. આ માટે પ્રારંભિક રૂપિયા 1 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલય જ આ હેલ્પલાઈન અંગે દેખરેખ રાખશે. હાલ ફરિયાદ માટે સ્વાગત ઓનલાઈન સેવા છે. જેમાં નાગરિકો સીધા જ મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકે છે પરંતુ તેમાં લેખિતમાં ફરિયાદ કરવાની હોય છે. જ્યારે આમાં ફોન કરીને ફરિયાદ કરી શકશે. જેમાં રોજના 1 લાખ ફોન ઉપાડવામાં આવશે. આ હેલ્પલાઈનમાં માત્ર ફોન કોલ્સ જ નહીં, વોટ્સએપ અને ઈમેલથી ફરિયાદ કરી શકાશે.
આ પણ વાંચોઃ Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો
આ પણ વાંચોઃ UP News: મહિલાનો પ્રાઈવેટ પાર્ટ પકડી નાડુ તોડવું બળાત્કારની કોશિશ નથી: હાઈકોર્ટનો ન્યાય
આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!
આ પણ વાંચોઃ વડોદરામાં રાજકોટવાળી થતી રહી ગઈ, કોમ્પ્લેક્સના ચોથા માળે આગ | Vadodara Fire