
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં યુદ્ધવિરામ અંગેના પોતાના દાવાને વધુ એક વાર પુનરાવર્તિત કર્યો, જેમાં તેઓએ કુલ 11 જેટ તૂટ્યા હોવાનો દાવો કર્યો છે આ પહેલા ટ્રમ્પ ૬-૭ જેટ તોડી પાડવાની વાત કરતા હતા, પરંતુ હવે તેમણે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં ૧૧ મોંઘા જેટ તોડી પાડવામાં આવ્યા હતા અને સીઝ ફાયર તેઓના કહેવાથી થયું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર સ્વીકાર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત અને પાકિસ્તાન બંનેના ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા.
ટ્રમ્પે ગાઝામાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે શાંતિ બોર્ડની સ્થાપના કરી છે. આ જ કાર્યક્રમમાં, ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે તેમણે ટેરીફની ધમકી આપીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો હતો.
તેમણે એ પણ કહ્યું કે “પાકિસ્તાની પીએમએ અમારા ચીફ ઓફ સ્ટાફની સામે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ્યારે અમારી (પાકિસ્તાન) અને ભારત વચ્ચેનું યુદ્ધ અટકાવી 25 મિલિયન લોકોના જીવ બચાવ્યા છે.”
■”જો તમે બંને લડશો, તો હું 200% ટેરિફ લાદીશ,” ટ્રમ્પે કહ્યું.
યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, “યુદ્ધ ખૂબ જ આગળ વધી રહ્યું હતું, વિમાનોને તોડી પાડવામાં આવી રહ્યા હતા, અને મેં તે બંને સાથે ફોન પર વાત કરી, હું વડા પ્રધાન મોદીને ખૂબ સારી રીતે ઓળખતો હતો. મેં તેમને ફોન કરીને કહ્યું, ‘સાંભળો, જો તમે લોકો આનો ઉકેલ નહીં લાવો, તો હું તમારી બંને સાથે વેપાર સોદો નહીં કરું.’ મેં કહ્યું, “જો તમે હવે લડશો, તો હું તમારા બંને પર 200% ટેરિફ લાદીશ.”
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પછી ઉમેર્યું, “પાકિસ્તાન અને ભારત વચ્ચેના સીઝ ફાયરની આ એક મોટી ઘટના હતી. પાકિસ્તાન અને ભારત, તમારો ખૂબ ખૂબ આભાર. મેં વડા પ્રધાન મોદી સાથે વાત કરી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે. તેઓ અત્યારે આપણને જોઈ રહ્યા છે.”
આમ,ટ્રમ્પ વારંવાર પોતે સીઝ ફાયર કરાવ્યાનો દાવો કરી રહયા છે જેટ વિમાન તૂટ્યા હોવાનો દાવો કરી રહયા છે પણ મોદીજીએ હજુસુધી કોઈ ખુલાસો કર્યો નથી તે જુદી વાત છે.








