
jamnagar: ગુજરાતના રાજકીય કક્ષામાં આજે એક એવો હલચલ મચ્યો છે, જે આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જોવા મળી રહ્યો છે. એક જ પરિવારના 21 સભ્યો, જેમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે, તેમણે સામૂહિક આત્મહત્યાની લેખિત જાહેરાત કરી દીધી છે. જામનગર તાલુકાના લોઠિયા ગામમાં રહેતા ખેડૂત પરિવાર રાણપરિયા (પટેલ) પર ભાજપના સાંસદ પૂનમબેન માડમ, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક રાજકારણીઓના કથિત ત્રાસથી તોતલી પડ્યું છે. આ મામલે પરિવારે 31 ઓક્ટોબર સુધીમાં નિષ્પક્ષ તપાસની માંગ કરી છે, નહીં તો જામનગર-લાલપુર રોડ પર તેમની ઓફિસમાં જીવન ટૂંકાવવાની ચીમકી આપી છે. આ ઘટના ન માત્ર પાટીદાર સમુદાયમાં ભાજપ વિરુદ્ધ ગુસ્સાની આગ લગાવી રહી છે, પણ રાજ્યના વહીવટી તંત્ર પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.
ત્રાસની કેવી રીતે થઈ શરૂઆત ?
રાજકીય દ્વેષથી ખોટા કેસોની શૃંખલા પરિવારના વડીલ મૂળજીભાઈ બાવનજીભાઈ રાણપરિયાની લેખિત ફરિયાદ મુજબ, આ અત્યાચારોની શરૂઆત 11 ડિસેમ્બર 2024 થી થઈ. તેમના નાના પુત્ર ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ એક બાદ એક ખોટા કેસો દાખલ થવા લાગ્યા. તાજેતરમાં, સુધાબેન લાલજીભાઈ મારકણા દ્વારા ધર્મેશ અને અન્ય ચાર વ્યક્તિઓ વિરુદ્ધ રાજકીય ઈશારાથી એક નવો કેસ નોંધાયો, જેના કારણે ધર્મેશને અનેક વખત અટકાયત કરવામાં આવી. પરિવારનો દાવો છે કે આ બધું સંસદસભ્ય પૂનમબેન માડમ, જામનગરના એસ.પી., એલસીબી પી.આઈ. લગારીયા, સીટી-એ ડિવિઝન પી.આઈ. નિકુંજ ચાવડા અને હસુ પેઢડીયા જેવા વ્યક્તિઓના દ્વેષભાવથી થઈ રહ્યું છે.
પોલીસ કસ્ટડીમાં ત્રાસ અને વધુ વધ્યો
ધર્મેશને ટોર્ચર કરવામાં આવ્યો, મહિલાઓ અને વડીલો સાથે મારપીટ થઈ, અને વોરંટ વિના ઘરમાં ઘૂસીને અત્યાચાર કરાયા. સીટી ડીડીવાયએસપી ઝાલા જેવા અધિકારીઓએ સાક્ષી ન આપવાની ધમકી પણ આપી. પરિવારે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો રસ્તો અપનાવ્યો, પણ 28 જાન્યુઆરી 2025 ના રોજ અરજી નામંજૂર થઈ. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેણે 12 ફેબ્રુઆરી 2025 ના રોજ તપાસ પર સ્ટે આપ્યો. પણ, આદેશની અવગણના કરીને 26 સપ્ટેમ્બર 2025 ના રોજ ફરી એ જ કેસમાં નવી ફરિયાદ નોંધાઈ જેને પરિવાર ‘પરેશાન કરવાનું હથિયાર’ કહે છે.
પરિવારે કરી ન્યાયની માંગ
પરિવારે રાજકોટ રેન્જ આઈજી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, ડીએસપી જામનગર, એલસીબી, માનવ અધિકાર આયોગ અને બાળ કલ્યાણ વિભાગને લેખિત ફરિયાદ મોકલી છે. તેઓએ સ્પષ્ટ માંગ કરી છે કે,પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આરોપીઓ (પૂનમબેન, હસુ પેઢડીયા, પોલીસ અધિકારીઓ)ના મોબાઈલ સીડીઆર હોસ્પિટલના તબીબી રેકોર્ડ્સ નિષ્પક્ષ ફોરેન્સિક તપાસ થાય, જેથી સત્ય બહાર આવે. પરિવારનું કહેવું છે કે આ બધું રાજકીય સત્તાના દુરુપયોગથી થઈ રહ્યું છે, અને જો તપાસ ન થઈ તો 31 ઓક્ટોબરે તેઓ જીવનનો અંત લાવશે.
ભાજપી ‘આપદા’ અને પાટીદારોનો ગુસ્સો
આ ઘટના પાટીદાર સમુદાયમાં ભાજપ વિરુદ્ધ ભારે ક્રોધ પેદા કરી રહી છે. જામનગર જેવા વિસ્તારમાં પટેલોનો મતબેંક હોવાથી, આ મામલો રાજ્ય વ્યાપી વિવાદમાં ફેરવાઈ શકે છે. સ્થાનિક વર્તુળોમાં ચર્ચા છે કે આ ‘ભાજપી આપદા’ પાર્ટીના સ્થાનિક નેતૃત્વની નિષ્ફળતા દર્શાવે છે, અને પોલીસ-રાજકારણના મેલ-મિલાપથી નાગરિકોના અધિકારો પર ચોટ પહોંચી રહ્યા છે.
આ મામલે પરિવારના સભ્યએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાત કરતા અનેક મોટા ખુલાસા કર્યા હતા. જેમાં જામનગરના સાંસદ પૂનમ માંડમ, પરિમલ નથવાણી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા શું કહ્યું જુઓ વીડિયો…
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!










