
Jignesh Mevani: કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જન આક્રોશ રેલી દરમિયાન કરેલી વાતોના અંશો વાયરલ થઈ રહયા છે જેમાં તેઓએ ભાજપ માટે ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા.
એપસ્ટિન ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામ મામલે સવાલ ઉઠાવી વિશ્વગુરુએ એપસ્ટિનની શુ સલાહ લીધી તે અંગે વારંવાર વાત દોહરાવી છે અને આ સિવાય તેઓએ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમમાં મહિલાઓને નહિ મોકલવા પણ સલાહ આપી છે, તેઓએ આરોપ લગાવ્યો કે આ લોકોએ 52 વર્ષ તિરંગો નહોતો લહેરાવ્યો તેમજ આઝાદીની ચળવળમાં પણ નહોતા.
ગાંધીજી – સરદાર કે આંબેડકર સાથે નહોતા, સુભાષ ચંદ્ર બોઝ સાથે પણ નહોતા.
તેઓએ જનતાને આહવાન કર્યું કે એપસ્ટિન અને વિશ્વગુરુ વચ્ચે શુ સબંધ છે? તેવો સવાલ ઉભો કરો,પણ કોઈ જવાબ આપવાનું નથી.
જીગ્નેશ મેવાણીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.









