
દિલીપ પટેલ
Ahmedabad: અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી 27 એપ્રિલ 2025માં લંબાવવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. મેટ્રો પ્રોજેક્ટને 21 વર્ષ પુરા થયાં પણ ભાજપ સરકારે 2003માં શરૂ કરેલો પ્રોજેક્ટ હજું પુરો થયો નથી. ખર્ચ રૂ. 3 હજાર કરોડથી વધીને રૂ. 15 હજારથી 20 હજાર કરોડ થઈ ગયો છે.
હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10એ આ નવા સ્ટેશનોને જોડશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે.
આનાથી અમદાવાદ અને ગાંધીનગરના આ વિસ્તારો વચ્ચે સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો ઉમેરો એ સુગમ પરિવહનની દિશામાં એક આવકારદાયક પગલું છે. હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે.
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રો રેલનો પ્રોજેક્ટ અનેક અડચણોને કારણે 17 વર્ષે પૂર્ણ થઈ શક્યો નથી. કોરોનાના કહેર બાદ ગુજરાતમાં જનજીવન શરૂ થતાંની સાથે અમદાવાદની મેટ્રો ટ્રેન પણ દોડતી થઇ હતી. જ્યારે તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારે આ મેટ્રો ટ્રેન છેલ્લા 17 વર્ષમાં ફેઝ-1ના કુલ 39.25 કિ.મી.માંથી માત્ર 6.5 કિમીનું જ કામ થયું છે, જ્યારે મેટ્રોની પ્રોજેક્ટ કોસ્ટ રૂ. 3500 કરોડથી વધીને 12787 કરોડ સુધી પહોંચી ગઇ છે.
અમદાવાદમાં મેટ્રો રેલની યોજના 2003નો પ્રોજેક્ટ વિચારણામાં આવ્યો હતો, જેને 17 વર્ષ થઈ ગયાં છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ શરૂ થયા પછી પણ ચાર વર્ષનો અક્ષમ્ય વિલંબ થઈ રહ્યો છે. 2003માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી.ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી મેટ્રોનો ખર્ચ 6700 કરોડ અંદાજવામાં આવ્યો છે, પરંતુ જો એમાં પણ વિલંબ થશે તો આ કોસ્ટ વધીને રૂ. 10 હજાર કરોડ થવાની સંભાવના છે.
2018માં પૂર્ણ કરવા માટેનો ટાર્ગેટ હતો.
2003માં જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે પ્રોજેક્ટની કોસ્ટ 3500 કરોડ નક્કી કરવામાં આવી હતી. બીજી વખત જ્યારે 2007માં વિચાર કર્યો ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ 8000 કરોડ થવાની હતી.
વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને 12787 કરોડ થઈ ચૂકી છે 2014માં મેટ્રો રેલના પ્રોજેક્ટની કોસ્ટ 10773 કરોડ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ હવે વિલંબ થતાં પ્રોજેક્ટની કોસ્ટ વધીને 12787 કરોડ થઇ ચૂકી છે. આ પ્રોજેક્ટમાં જેટલો વિલંબ થાય છે એટલો ખર્ચ વધી રહ્યો છે. હવે કંપનીએ 2022માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરાવાનો ટાર્ગેટ રાખ્યો છે. 2023માં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જોકે નિર્ધારિત 6700 કરોડનો ખર્ચ વધીને 10 હજાર કરોડને પાર જાય એવી સંભાવના જોવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં મેટ્રો માર્ગની કુલ લંબાઈ 34 કિલોમીટર હતી ગાંધીનગરમાં મેટ્રો માર્ગની કુલ લંબાઈ 34 કિલોમીટર હતી, પરંતુ સુધારેલા ડીપીઆર પ્રમાણે મેટ્રો રૂટની લંબાઈ 28. કિ.મી. સુધીની કરવામાં આવી છે. તેમાં બે કોરિડોર હશે-પ્રથમ 22.84 કિલોમીટરની લંબાઇ મોટેરાને મહાત્મા મંદિર સાથે જોડાશે અને બીજી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી 5.42 કિલોમીટર લાંબી શાખા પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડશે. કેન્દ્રએ બીજો તબક્કો મંજૂર કર્યો છે, પરંતુ કોરોનાને કારણે કામ શરૂ થઇ શક્યું નથી.
અમદાવાદ મેટ્રો ટ્રેનની તવારીખ
2003માં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું
2005માં ગુજરાત સરકારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ રિપોર્ટ મૂકતા કેન્દ્ર સરકારે મંજૂરી આપી
2005માં પ્રોજેક્ટને પડતો મૂકી BRTS બસ સર્વિસને અગ્રતા આપી
2010માં ગુજરાત મેટ્રો રેલ રેલ કોર્પોરેશન નવું નામકરણ કરાયું
2014માં ઓક્ટોબરમાં ફરી કેન્દ્ર સરકારે ફેઝ-1 માટે મેટ્રો પ્રોજેક્ટ મંજૂર કર્યો
2015માં 14 માર્ચે ફેઝ–1ની કામગીરીનો આરંભ થયો
2018માં ડિસેમ્બરના અંતમાં મુ્ન્દ્રા પોર્ટ પર 3 કોચ ઉતારાયા
2019માં 28 ફેબ્રુઆરીએ મેટ્રો ટ્રેનના 28 કિમીના ફેઝ–2ની કેન્દ્ર સરકારે મંજૂરી આપી
2019માં 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની મેટ્રો ટ્રેન સેવાને લીલીઝંડી આપી મુસાફરી કરી
2019માં 6 માર્ચથી જાહેર જનતા માટે 6.5 કિમીની વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટની મેટ્રો ટ્રેન શરૂ થઈ
2020માં જાન્યુઆરીથી ફેઝ-2ની મેટ્રો રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ થઈ
2020માં 28 ઓગસ્ટે એપરલ પાર્કથી શાહપુર સુધીની અંડરગ્રાઉન્ડ ડબલ ટનલનું ખોદકામ પૂર્ણ
2020માં કોરાનાના કારણે માર્ચમાં મેટ્રો ટ્રેન ચલાવવું બંધ કરવામાં આવ્યું
2020માં 7 સપ્ટેમ્બરથી ફરી કોરોના ગાઈડલાઈન મુજબ મેટ્રો ટ્રેન શરૂ કરાઈ
2021માં મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો
આ પણ વાંચોઃ
Pahalgam Attack: પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકીઓની સંખ્યા કેટલી હતી? NIAની તપાસમાં ખુલાસો
MP Accident: મધ્યપ્રદેશના મંદસૌરમાં ઇકો વાન કુવામાં ખાબકતાં 10ના મોત
UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?