
વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બુધવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દિલ્હી 100 જેટલા પૂજારીઓ AAPમાં જોડાયા છે. આ અવસર પર કેજરીવાલે કહ્યું કે, આજે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે જગતગુરુ, મહામંડલેશ્વર, ઘણા સંતો અને મહાત્માઓ આપણા મંચ પર આવ્યા છે અને ઘણા સંતો અને પંડિતો આપણી સામે બેઠા છે. આજના કાર્યક્રમમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. ભાજપના મંદિર પ્રકોષ્ઠના ધર્મગુરૂઓ આપમાં જોડાયા છે. આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીના પુજારીગણ માટે સનાતન સેવા સમિતિની રચના કરી છે. આ કાર્યક્રમમાં વિવિધ મંદિર સંસ્થાનના પુજારીઓ, ધર્મગુરૂઓને આપમાં જોડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપ પાર્ટીએ આજે જાહેરાત કરી હતી કે, તે સનાતન સેવા સમિતિની શરૂઆત કરવા જઈ રહી છે. ભાજપના મંદિર સેલના 100થી વધુ લોકો કેજરીવાલની ઉપસ્થિતિમાં આપમાં જોડાયા છે. દિલ્હીના તમામ પુજારી અમને સમર્થન આપી રહ્યા છે. અને અમને આશીર્વાદ આપી રહ્યા છે.
BJP મંદિર સેલના 100 પૂજારી AAPમાં જોડાયા
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની હાજરીમાં સનાતન સેવા સમિતિની બેઠક મળી હતી. જેમાં આમ આદમી પાર્ટીના મંચ પર ભગવો ધ્વજ અને હનુમાનજીની તસવીર જોવા મળી હતી. આ દરમિયાન ભાજપ મંદિર સેલના લગભગ 100 સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સમિતિ ઘણા જાણીતા ઋષિ-મુનિઓ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
પૂજારીઓએ ગ્રંથી સન્માન યોજના જાહેર કરી
આ પહેલા દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ વધુ એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તેમણે દિલ્હીના પૂજારીઓ અને ગુરુદ્વારામાં મંદિરોની સંભાળ રાખનારાઓને તેમના સન્માનમાં દર મહિને 18,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ‘પુજારી ગ્રંથી સન્માન યોજના’ લોન્ચ કરતી વખતે અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે તેમની દરેક જાહેરાતને રોકવાનો પ્રયાસ કર્યો છે. જો તેઓ આને પણ રોકવાનો પ્રયત્ન કરશે તો તેઓને ઘણું પાપ થશે.