
- ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં બાળકોના મન સાથે રાજરમત કરતો પ્રશ્ન પૂછાયો
બાળકોના મનમાં જ ઝેર ભરી દેવામાં આવે તો તેઓ પછી આગળ બીજું કંઈ વિચારવા માટે સમર્થ રહેતા નથી. કંઈક એવું જ વર્તમાન સમયમાં દેશભરમાં થતું હોય તેવું દેખાઈ રહ્યુ છે. આના ભાગરૂપે આસામની ધોરણ બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જે ખુબ જ ગંભીર છે.
SEBA દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે શું સરકાર એવી હોસ્પિટલ સ્થાપી શકે છે જે ફક્ત હિન્દુઓને જ મફત સારવાર પૂરી પાડે જ્યારે અન્ય લોકોએ ચૂકવણી કરવી પડે. આ પ્રશ્ન ઉપર વિદ્યાર્થીઓના મંતવ્યો આપવાનું કહેવામાં આવ્યું છે.
એક્સ પર Afrida Hussain નામના એક્સ હેન્ડલ ઉપરથી ટ્વિટ કરીને આની જાણકારી આપવામાં આવી છે. તેઓ એક પત્રકાર પણ છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, શું આપણે આપણા વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનું શિક્ષણ ઇચ્છીએ છીએ? આપણા બંધારણ દ્વારા સુરક્ષિત સમાનતા અને ધર્મનિરપેક્ષતા વિશે શીખવાને બદલે વિદ્યાર્થીઓને વિભાજનકારી કાલ્પનિકતાઓનો સામનો કેમ કરવો પડી રહ્યો છે?
Is this the kind of education we want for our students? A Class 10 board exam question by SEBA asks whether the government can set up a hospital providing free treatment only to Hindus while others have to pay. Seriously? Why are students being exposed to divisive hypotheticals… pic.twitter.com/dwDOkB9FKJ
— Afrida Hussain (@afridahussai) February 27, 2025
દસમા ધોરણમાં ભણતા નાના બાળકોને હાલથી જ હિન્દુ-મુસ્લિમ સહિતની જ્ઞાતિ-જાતિ વિશે પ્રશ્ન પૂછીને તેમના મગજમાં શું ભરવા માંગી રહ્યા છે, તે એક પ્રશ્ન છે. દુનિયાના અનેક દેશો ટેકનોલોજીને લઈને એટલો વિકાસ કર્યો છે કે તેમના છોકરાઓ એક નવી દુનિયામાં પ્રવેશી ચૂક્યા છે. બાળકોને પૂછવામાં આવેલા પ્રશ્નને લઈને તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું આસામની સરકાર કોઈ સર્વે કરાવવા માંગે છે? શું તે સીધા શિક્ષણ વિભાગને પ્રશ્ન મોકલીને બાળકો શું વિચારે છે તે જાણવા માંગે છે અને તેના પછી તે અંગેના નિર્ણયો લેવા માંગે છે? બાળકોના કૂમળા મગજમાં શું ચાલી રહ્યું છે અને શું ઘૂસેડવું જોઈએ તેનો સર્વે કરવામાં આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. આ એક રાજકારણથી પ્રેરિત પ્રશ્ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
જ્યારે ભારતના વિદ્યાર્થીઓ સહિત યુવાનો રિવર્સમાં ચાલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યુ છે. તેમાંય શિક્ષણ આપવામાં જ પોતાની સત્તાની લાલશામાં અને પોતાની એક વિચારધારાને નાના ભૂલકાઓના મગજમાં ઉતારવા માટે સીધા તેમના શિક્ષણ ઉપર જ પ્રહાર કરવામાં આવે તે ખુબ જ ગંભીર બાબત ગણી શકાય.
દેશમાં સત્તાઓ સમાયાંતરે બદલાતી રહે છે. જો દરેક સરકારો પોતાની વિચારધારાને દેશ ઉપર થોપવાની કોશિશ કરતી રહેશે તો પછી આપણે લોકશાહી મટીને ગુલામી તરફ આગળ વધી જઈશું. જે વર્તમાન સમયમાં ખુબ જ સારી રીતે થઈ રહ્યુ હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચો- જોસ બટલરે ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ છોડી; કહ્યું- મારે વિચારવું પડશે કે હું સમસ્યાનો ભાગ છું કે સમાધાનનો!