
Akshay Kumar: અક્ષય કુમાર તાજેતરમાં સાયબર પોલીસના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી,જ્યાં તેમણે પોતાની 13 વર્ષની પુત્રી નિતારા સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટનાનું વર્ણન કર્યું હતું.
પુત્રીને લઈને અભિનેતા અક્ષય કુમારે કર્યો ખુલાસો
અભિનેતા અક્ષય કુમારે સાયબર ક્રાઈમ અંગે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે યાદ કર્યું કે કેવી રીતે તેમની પુત્રી નિતારા વિડીયો ગેમ રમતી વખતે સાયબર ક્રાઈમનો ભોગ બનતા બચી ગઈ. આ ઘટનાનો ઉલ્લેખ કરીને, અક્ષયે મહારાષ્ટ્ર સરકારને અભ્યાસક્રમમાં સાયબર ક્રાઈમ પર એક પ્રકરણનો સમાવેશ કરવા વિનંતી કરી. અક્ષયની પુત્રી નિતારા માત્ર 13 વર્ષની છે.
અક્ષય કુમારની પુત્રીને અશ્લીલ ફોટોઝ મોકલવા કોણે કર્યો મેસેજ?
મુંબઈમાં રાજ્ય પોલીસ મુખ્યાલયમાં સાયબર અવેરનેસ મંથ 2025 ના ઉદ્ઘાટન સમારોહને સંબોધતી વખતે અક્ષય કુમારે આ ઘટનાનું વર્ણન કર્યું. તેમણે કહ્યું, “હું તમને બધાને થોડા મહિના પહેલા મારા ઘરે બનેલી એક નાની ઘટના કહેવા માંગુ છું. મારી પુત્રી વિડીયો ગેમ્સ રમી રહી હતી, અને કેટલીક વિડીયો ગેમ્સ એવી હોય છે કે તમે કોઈની સાથે રમી શકો છો. તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે રમી રહ્યા છો. જ્યારે તમે રમી રહ્યા હોવ છો, ત્યારે ક્યારેક બીજી બાજુથી સંદેશ આવે છે. પછી એક સંદેશ આવે છે જેમાં પૂછવામાં આવે છે, ‘તમે પુરુષ છો કે સ્ત્રી?’ તેણીએ સ્ત્રી તરીકે જવાબ આપ્યો પછી સામેથી તે અજાણ્યાએ મેસેજ મોકલ્યો કે ‘શું તમે મને તમારા નગ્ન ફોટોગ્રાફ મોકલી શકો છો?’ પણ તે મારી પુત્રી હતી. તેણીએ તરતજ બધું બંધ કર્યું અને મારી પત્નીને વાત કરી કે આવુ મારી સાથે થયું પણ તે જાગૃત હોવાથી તરતજ એલર્ટ થઈ ગઈ પણ આ રીતે આવું શરૂ થાય છે. આ ઘટના પણ સાયબર ક્રાઇમનો એક ભાગ છે.”
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








