
અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 જેટલાં લોકો માર્યા ગયાની જાણકારી છે. અહેવાલ અનુસાર ન્યુયોર્કના ક્વિન્સ વિસ્તારમાં આવેલી અમેઝર નાઈટ ક્લબમાં આ ઘટના બની હતી. જ્યાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી દેતાં 13 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 11 ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અમે અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હજુ સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી.
અમેરિકામાં નવા વર્ષની શરુઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો જેમાં તેણે 15ને કચડી નાખ્યા હતા અને 30થી વધુને ઇજા પહોંચાડી હતી.
ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં નવા વર્ષની શરુઆત આતંકવાદી હુમલા સાથે થઈ છે. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લીન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે મેયરના દાવા મુજબ એક આતંકવાદી સવારે સવા ત્રણ વાગે પિક-અપ ટ્રક લઈ ઉજવણી કરતાં લોકોની ભીડ પર ધસી ગયો હતો.
આ ઘટનામાં મૃત્યુઆંક 15એ પહોંચી ગયો છે. આ હુમલામા 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોર પિક-અપ ટ્રક અટક્યા પછી તે બહાર આવ્યો હતો અને ઓટોમેટિક મશીનગન વડે લોકો પર હુમલો કર્યો હતો. પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો હતો. આમ ટ્રમ્પ 20મી તારીખે સત્તા સંભાળે તે પહેલા જ આ આતંકવાદી હુમલો થયો છે.