
અમદાવાદમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. છાતીમાં દુખાની તકલીફ થયા બાદ નીચે બેસી ગી હતી. જેથી સારવાર હેઠળ ખસેડતાં બાળકીનું મોત થઈ ગયું છે. બાળકીનું મોત થતાં પરિવાર આઘાતમાં ડૂબી ગયો છે. કાર્ડીયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે બાળકીના મોત અંગે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની 8 વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજ અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ તેને શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી મુજબ બાળકી સ્કૂલની લોબીમાં ઉભેલી જોવા મળે છે. ત્યારે તેમની સાથેના વિદ્યાર્થીઓ આગળ જતા દેખાઈ રહ્યા છે. જો કે, ગાર્ગી ત્યાની ત્યા જ ઉભી રહે છે. જે બાદ તે થોડીવાર પછી થોડી આગળ ચાલે છે અને પછી અચાનક લોબીમાં રહેલી ખુરશી પર બેસી જાય છે. જો કે, તેમની સામે જ અન્ય ટીચર વાતો કરતા જોવા મળે છે. પરંતુ તેમનું ધ્યાન પડતુ નથી. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ ગાર્ગીને જોઈ જાય છે અને તેમની પાસે આવે છે.
મોતનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બહાર આવશે
જે બાદ ગાર્ગી અચાનક પડી જાય છે અને તેને જોઈએ અન્ય વિદ્યાર્થીઓ ચોંકી જાય છે. જે બાદ તે વિદ્યાર્થીઓ નજીકમાં રહેલા મહિલા શિક્ષકોને જાણ કરે છે. ત્યાર બાદ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને હોસ્પિટલે ખસેડમાં આવે છે. જોકે, હોસ્પિટલના ડોક્ટર વિદ્યાર્થિનીને મૃત જાહેર કરે છે. અચાનક બાળકીના મોતને પગલે સમગ્ર પરિસરમાં ગમગીની વ્યાપી ગઈ છે. જો કે, હજુ સુધી ગાર્ગીના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સમગ્ર ઘટના અંગે સાચી હકીકત બહાર આવશે. બાળકી દાદા-દાદી સાથે રહેતી હોવાનું બહાર આવ્યું છે. તેના માતાપિતા મુંબઈમાં રહે છે.
મોત મામલે આચાર્યુનું નિવેદન
આ સમાચાર પણ વાંચોઃ BANASKANTHA: સ્પાની આડ ચાલતા દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું, ડમી ગ્રાહક મોકલી પર્દાફાશ