
Ahmedabad Bomb Threat: દેશના અનેક એરપોર્ટ પર વાંરવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી રહે છે. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. અમદવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી એક ચીઠ્ઠી મળી છે. જેમાં અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. હાલ અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
જેહાદથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાં તમામ મુસાફરો ઉતારી તપાસ હાથ ધરમાં આવી હતી. તે દરમિયાન એક જીઠ્ઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ એજન્સીએ ચેકિંગ હાથ ધર્યું હતુ. જો કે હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. જેથી તપાસ એજન્સીઓ સહિત મુસાફરોએ રાહતના શ્વાસ લીધા છે.
ધમકી આપનાર કોણ છે, તે બહાર આવ્યું નથી. હાલ ફ્લાઈટમાં બેઠા હતા તે મુસાફરોની પણ તપાસ હાથ ધરાઈ છે. જો કોઈ મુસાફરે આ કાવતરું રચ્યું હશે. તો પણ કાર્યવાહી કરાશે.
આ પણ વાંચોઃ Accident: અમદાવાદ-વડોદરા હાઈવે પર આઈશરની પાછળ ધડાકભેર કાર ઘૂસી, દંપતીનું મોત