
વડાપ્રધાન મનમોહન સિંહનું અવસાન થતાં સમગ્ર ભારત દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. છતાં અમદવાદના મણિનગરમાં ભાજપના ધારાસભ્ય અને નેતાઓ વોર્ડ પ્રમુખોની નિમણૂક વખતે શોક ભૂલી ઢોલ-નગરા સાથે ઘરબે ઘૂમ્યા અને નાચ્યાં હોવાના આક્ષેપ થયા છે. જેથી કોંગ્રેસે કાર્યવાહી કરવા માગ કરી છે.
ઉજવણીનો એક વિડિયો કોંગ્રેસના પ્રવકત્તા ર્ડા.હેમાંગ રાવલે જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે,રાષ્ટ્રીય શોક દરમિયાન આવી ઉજવણી થઇ શકે નહીં, છતા ઉજવણી કરવામાં આવતા પરમીશન આપી હોય તો પોલીસ પર પગલા ભરવામાં આવે અને ઉજવણી પરમીશન વગર થઇ હોય તો ધારાસભ્ય અમુલ ભટ્ટ સહિતના ભાજપના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. આ વિડિયો અમદાવાદના મણિનગર વિધાનસભાના પ્રમુખોની નિમણૂક વખતેનો હોવાનું ચર્ચાી રહ્યું છે. આ ઉજવણી કાર્યાલય નજીક થઈ હતી.
જો કે ધારાસભ્ય અમુલ ભટ્ટે કોંગ્રેસના તમામ આરોપીને ફગાવ્યા છે અને કહ્યું કે તે જૂનો વિડિયો છે. વોર્ડ પ્રમુખની જાહેરાત કરવામાં આવી ત્યારનો આ વિડિયો નથી.