
Ahmedabad Hit and Run: અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહનચાલકો બેફામ બની રહ્યા છે. ત્યારે અમદાવાદના બોપલમાં બનેલી ઘટનના જોઈ તમે પણ હચમચી જશો. એક કાર પુરપાટે આવી પાછળથી બે લોકોને ઉલાળીને ઢસડ્યા હતા. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડ્યા છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ અકસ્માત સર્જનાર કારચલાકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે એક અજાણી કારે પગપાળા જઇ રહેલા બે રાહદારીઓને અડફેટે લઇ 10 ફૂટ ફંગોળ્યા હતા. આ બંને યુવક મહારાષ્ટ્રથી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલતાં જઇ રહ્યા હતા, ત્યારે અજાણ્યા કાર ચાલકે બેફામ ગતિએ ગફલતભરી કાર હંકારી અકસ્માત સર્જ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
ટ્રાફિક પોલીસની નિષ્ફળતાંને કારણે આવી ઘટનાઓમાં ઘણા લોકોના જીવ જઈ રહ્યા છે. જ્યારે કંઈ મોટું થયા ત્યારે તંત્ર એક્શનમાં આવતું હોય છે. ત્યારે લોક માગ ઉઠી છે કે આવા વાહનચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તાજેતરમાં જ બેફામ બનતાં વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનું શરુ કરાયુ હતુ. જો કે તે હવે ઢીલી પડી ગઈ છે. જેના કારણે પાછા વાહનચાલકો બેફામ બન્યા છે.
View this post on Instagram
આ પણ વાંચોઃ
Tikamgarh: ટ્રેનમાં બીડી પીતા મજૂરને મોતની સજા!, પોલીસના મારથી પુત્રની નજર સામે જ પિતાનું મોત
Kuber Boat: ત્રાસવાદમાં શહિદ થયેલા કુબેર બોટના ખલાસીઓની મોદી સામે લડાઈ, જુઓ VIDEO
PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!
ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત
Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?