
25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ અમદાવાદમાં યોજવા જઈ રહ્યો છે. ત્યારે મેગા કોલ્ડપ્લે કોન્સર્ટ પૂર્વે અમદાવાદ પોલીસ બંદોબસ્તની તૈયારી કરી દીધી છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહે તે માટે અમદાવાદ પોલીસની સાથે NSG કમાન્ડો પણ જોડાશે. કુલ 3825 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો આવે તેવી સંભાવના છે. કોન્સર્ટમાં શો દીઠ 1.25 લાખ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કામચલાઉ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવશે. તમામ હોટલો ભરચક બૂકિંગ થઈ ગયું છે.
ત્યારે રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ મુંબઈ અને અમદાવાદ-દાદર મધ્ય રેલ્વેની વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
1. ટ્રેન નં. 09009/09010 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)
26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 08:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 14:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 09010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 15:10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21:45 વાગ્યે સેન્ટ્રલ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં અનુભૂતિ ક્લાસ, એક્ઝિક્યુટિવ ચેર કાર, એસી ચેર કાર અને વિસ્ટાડોમ એસી કોચ હશે.
2. ટ્રેન નં. 01155/01156 લોકમાન્ય તિલક ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ (બે ટ્રિપ)
25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસથી 00:55 વાગ્યે ઉપડશે જયારે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 01156 અમદાવાદ-લોકમાન્ય તિલક ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશ્યલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11:45 વાગ્યે લોકમાન્ય તિલક ટર્મિનસ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી-I ટાયર, એસી-2 ટાયર અને એસી-3 ટાયર કેટેગરીના કોચ રેહશે.
3. ટ્રેન નં. 01157/01158 દાદર (સેન્ટ્રલ)-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (બે ટ્રિપ)
26 જાન્યુઆરી 2025 (રવિવાર) ના રોજ દાદર (સેન્ટ્રલ) થી 00:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 01158 – અમદાવાદ-દાદર સુપરફાસ્ટ સ્પેશ્યલ 27 જાન્યુઆરી 2025 (સોમવાર) ના રોજ અમદાવાદથી 02:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:55 વાગ્યે દાદર પહોંચશે. ટ્રેન થાણે, ભિવંડી રોડ, વસઈ રોડ, વાપી, ઉધના અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં AC-I ટાયર, AC-2 ટાયર અને AC 3 ટાયર કેટેગરીના કોચ રેહશે.
ટ્રેન નંબર 09009, 09010, 01156 અને 01158 માટે બુકિંગ 23 જાન્યુઆરી 2025થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
અમદાવાદ રેલવે ડિવિઝિનના જન સંપર્ક અધિકારી અજય સોલંકીએ શું કહ્યું?(video)
આ પણ વાંચોઃ AHMEDABAD COLDPLAY CONCERT: અમદાવાદમાં કોલ્પપ્લે માટે ચાંપતો બંદોબસ્ત, ઓરોગ્ય સેવાઓ ઉપલબ્ધ