Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, કોણ જીતશે? | GT vs PBKS 

  • Sports
  • March 25, 2025
  • 0 Comments

 GT vs PBKS: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાશે. ચાહકોને અહીં એક ઉચ્ચ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 35 આઈપીએલ મેચ રમાઈ ચૂકી છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 15 મેચ જીતી છે, જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 20 મેચ જીતી છે.

 બંને ટીમોનો રેકોર્ડ કેવો છે?

IPLમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 વખત મેચો રમાઈ છે. જેમાંથી ગુજરાતે ત્રણ અને  પંજાબે બે મેચ જીતી છે. આ આંકડાઓ જોતાં આપણે એક અંદાજો લગાવી શકે છીએ ગુજરાત ટાઈટન્સની ટીમ બાજી મારી શકે છે.

ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ કયા?

જોસ બટલર (વિકેટકીપર), કેપ્ટન શુભમન ગિલ, સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, શેરફેન રધરફોર્ડ, રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

પંજાબ કિંગ્સ ટીમમાં કયા ખેલાડીઓ

પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કેપ્ટન શ્રેયસ ઐયર, જોશ ઇંગ્લિશ, નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇસ, માર્કો જેનસેન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, યશ ઠાકુર.

ચાહકોની નજર શુભમન ગિલ પર

યુવા ઓપનર અને ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ ગુજરાત VS પંજાબ મેચમાં શ્રેષ્ઠ બેટ્સમેન સાબિત થઈ શકે છે. આ મેદાન પર ગિલ સારુ રમવાનો રેકોર્ડ છે. તે હાલમાં ફોર્મમાં પણ છે. આવી સ્થિતિમાં જો આ મેચમાં તેનું બેટ કામ કરશે તો કોઈપણ બોલરે તેને હરાવવો મશ્કેલ બનશે.

યુઝવેન્દ્ર ચહલ બોલિંગમાં અજાયબીઓ કરી શકે છે

ગુજરાત vs પંજાબ મેચમાં અનુભવી લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ શ્રેષ્ઠ બોલર સાબિત થઈ શકે છે.  તે IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 160 મેચોમાં કુલ 205 વિકેટ લીધી છે. અમદાવાદની પીચ પર સ્પિનરોને પણ ઘણી મદદ મળે છે. આવી સ્થિતિમાં ચહલ આ મેચમાં ખૂબ જ ખતરનાક બોલર સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે આ મેચ રમવા યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં જ તેની પત્ની સાથેથી જલ્દી છૂટાછેડા લીધા છે.

આ મેચ કોણ જીતી શકે છે?

જો ઉપરોક્ત તમામ મુદ્દાઓને સમજવામાં આવે તો હાલમાં ગુજરાત અહીં ભારી લાગે છે. આ મેચના ટોસ પર પણ ઘણું નિર્ભર રહેશે. જોકે, ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રમતમાં કંઈપણ સંભાવના વ્યક્ત કરવી મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ-મુંબઈનો રેલવ વ્યવહાર પુનઃ શરુ, વટવા નજીક ક્રેન તૂટી પડી હતી | Crane collapses

આ પણ વાંચોઃ Vadodara: ધારાસભ્યએ કરેલા સમૂહલ લગ્નના આયોજનમાં દુષ્કર્મના આરોપીનું સન્માન

આ પણ વાંચોઃ વિક્રમ ઠાકોરની વાત સાથે સુપર સ્ટાર હિતેનકુમાર સહમત નથી, જાણો શું કર્યા ગંભીર આક્ષેપ? | Hiten kumar

  • Related Posts

    Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ
    • October 27, 2025

    Shreyas Iyer Admitted : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ 9 વિકેટથી જીતી લીધી. આ મેચમાં શ્રેયસ ઐયર ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. હર્ષિત રાણાની બોલિંગ પર ઓસ્ટ્રેલિયન…

    Continue reading
    Women’s ODI World Cup 2025: પાકિસ્તાન એક પણ વર્લ્ડ કપ મેચ જીતી ના શક્યું, છતાં 3 પોઈન્ટ કેવી રીતે મળ્યા?, જાણો
    • October 25, 2025

    Women’s ODI World Cup 2025: પાકિસ્તાનને 2025 વર્લ્ડ કપમાંથી જીત મેળવ્યા વગરજ પરત ફરવું પડ્યું છે. મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારત પહેલાથી જ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    • October 27, 2025
    • 4 views
    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

    • October 27, 2025
    • 7 views
    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

    Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

    • October 27, 2025
    • 3 views
    Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

    SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

    • October 27, 2025
    • 19 views
    SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

    Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

    • October 27, 2025
    • 25 views
    Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

    SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

    • October 27, 2025
    • 3 views
    SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC