
Ahmedabad wall collapses: અમદાવાના અનેક વિસ્તારોમાં દિવલા ધારાશાઈ થવની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. ત્યારે ગઈકાલે જમાલપુર વિસ્તારમાં ધારાસભ્યની ઓફિસના સમારકામ વખતે દિવાલ પડી ગઈ હતી. જેમાં 6 શ્રમિકો દટાઈ જતાં રેસ્ક્યૂ ટીમે આવી શ્રમિકોને કાઢ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા 6 શ્રમિકોને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસની બાજુમાં એક દિવાલ ધરાશાયી થઈ છે.
દિવાલ પડવાની ઘટના અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કહ્યું કે વિધાનસભા સત્ર દરમિયાન મારી ઓફિસથી મને ફોન આવ્યો કે આપણી ઓફિસનું જે કામ ચાલુ છે એની બાજુમાં એક દિવાલ ધરાશાયી થઈ છે. એમાં જે અમારી ઓફિસના બાંધકામ માટે જે શ્રમિકો કામ કરતા હતા એ શ્રમિકો પર દીવાલ પડતા તેઓ ઘાયલ થયા છે. આ અકસ્માતને લઈને મને ખૂબ જ દુઃખ છે અને મારી પ્રાર્થના છે કે, તેઓ ઝડપથી સાજા થઈ જાય.
જમાલપુર ફાયર સ્ટેશનના અધિકારી અને ડિવિઝનલ ફાયર ઓફિસર સંતોષ પટેલે જણાવ્યું હતું કે, જમાલપુર વિસ્તારમાં ખાંડની શેરી પાસે એક દિવાલ ધરાશાયી થઈ હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે એક રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દટાયેલા શ્રમિકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો
આ પણ વાંચોઃ MP Politics: ભાજપને ઘેરવા નીકળેલા કોંગ્રેસ નેતાઓનો સ્ટેજ તૂટ્યો, મહિલા સહિત 3 હોસ્પિટલમાં દાખલ