
Ahmedabad: હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદનો આજે 614મો સ્થાપના દિવસ છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરની યાત્રાએ નીકળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.
મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. રથને ભારે બંદોબસ્ત સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. આ યાત્રાનું ઠેરઠેર સ્વાગત થઈ રહ્યું છે. અમદાવાદના સૌથી જૂના વિસ્તારોમાં આ યાત્રા ફરવાની છે.
યાત્રામાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રામાં પ્રસાદનું વિતરણ પણ થઈ રહ્યું છે. સાથે સાથે યુવાનો દ્વારા કરતબો દેખાડવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ઉજવણીમાં પડેલા કચરાના પાલિકા દ્વારા કચરાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ આ યાત્રામાં કોમી એકતાના દર્શન થયા છે. આ યાત્રાનું ઠેર ઠેર ઉત્સાહ સાથે સ્વાગત કરાયું છે. જમાલપુરમાં મુસ્લિમ ભાઇએ કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડી ભવ્ય સ્વાગત કર્યું છે. આ સિવાય પણ ઘણા વિસ્તારોમાં સ્વાગત કરાયું છે.
આ પણ વાંચોઃ DWARKA: શિવરાત્રીના 1 દિવસ પહેલા મહાદેવ મંદિરમાંથી શિંવલિંગ ચોરાયું, ભક્તો ક્યાં કરશે પૂજા?
આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા