Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી

Ahmedabad: અમદાવાદના નરોડા વિસ્તારમાં આજે લિફ્ટ તૂટી પડી હતી. લિફ્ટ ત્રીજા માળેથી સીધી બેઝમન્ટમાં જઈ પછડાઈ હતી. એકાએક મહિલાઓએ ચીસો પાડતાં લોકો દોડી આવ્યા હતા. અને લીફ્ટને તોડી મહિલાઓ, બાળક સહિત એક પુરુષને બહાર કાઢવામાં આવ્યા હતા.

અમદાવાદમાં વારંવાર લિફ્ટમાં ફસાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં નરોડા વિસ્તારના દેવાશિષ ફ્લેટમાં ચોથા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં ઉતરી ગઈ હોવાની ઘટના બની હતી. જેમાં મહિલાએ ફસાઈ ગઈ હતી અંદર બે બાળકો, 4 મહિલા, પુરુષ સહિત 7 લોકો ફસાયા હતા. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.  તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના ગઈકાલે બની હતી.

લીફ્ટમાં ફસાતાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકી હતી. ફસેયાલું બાળક પણ રડવા લાગ્યુ હતુ. જેથી આજુબાજુથી આવી લોકોએ મહિલાઓ અને બાળકને સુરક્ષિત કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હતો જેના કારણે લોકોએ દરવાજાને તોડીને ત્રણ જ મિનિટમાં તમામ લોકોને સહીસલામત બહાર કાઢી લીધા હતા. ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

આ ઘટના બનતાં લિફ્ટની નિયમિત ચકાસણી અને સર્વિસ પર સવાલ ઉભા થયા છે.  કારણ કે આવી ઘટનાઓથી મોટી જાનહાની થઈ શકે છે. સદનસીબે 7 લોકોના ભાગ્યા સારા કે જીવ બચી ગયા હતા.

આ પણ વાંચોઃ

ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

Related Posts

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading
Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
  • August 7, 2025

Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ