Ahmedabad: પોલીસે 7 ગુનાના આરોપીને 5માં માળની છાજલી પરથી ઉતાર્યો, આરોપીએ શું કહ્યું?

Ahmedabad Crime News: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસને આરોપીને પકડતાં પરસેવો છૂીટી ગયો છે. કારણ કે પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઈ ત્યારે તેણે પાંચમાં માળેથી કૂદીને જીવ આપી દેવાની ધમકી આપી. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા છે. પોલીસ અને ફાયરની ટીમ દ્વારા એક કલાકથી વધુની ભારે જહેમત બાદ આરોપીને ઝડપી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.

જાણો ઘટના

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઓઢવના શિવમ આવાસ યોજનાના એક ફ્લેટમાં અભિષેક તોમર નામના વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા પહોંચી હતી. આરોપી સામે કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા અપહરણ અને હુમલા સહિતના 7 થી વધુ ગુનાહિત કેસોમાં વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસને જોતાં જ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થતાં તે ફ્લેટની ગેલેરી દ્વારા પાંચમા માળની છાજલી પર ચઢી ગયો. ત્યાંથી તેણે પોલીસને ધમકી આપી કે, “જો તમે મારી ધરપકડ કરશો, તો હું પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી દઈશ.”

પોલીસ અને ફાયર બ્રિગેડની કાર્યવાહી

આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી. ફાયર બ્રિગેડે સુરક્ષા માટે જાળ બિછાવી, જેથી આરોપી કૂદે તો પણ તેને બચાવી શકાય. પોલીસે એક કલાકથી વધુ સમય સુધી આરોપીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી સતત એવો આક્ષેપ કરતો રહ્યો કે પોલીસે તેની સામે ખોટી કલમો લગાવીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો છે. તે એક જ વાતનું રટણ કરતો રહ્યો કે, “જ્યાં સુધી ફરિયાદમાંથી ખોટી કલમો નહીં દૂર કરવામાં આવે, ત્યાં સુધી હું નીચે નહીં ઉતરું.” આખરે, પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત કામગીરીથી આરોપીને સુરક્ષિત રીતે ઝડપી લેવાયો.

આરોપીનો દાવો અને પોલીસની કાર્યવાહી

અભિષેક તોમરે છાજલી પર બેસીને પોલીસ પર આરોપ લગાવ્યો કે તેની સામે ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે, અને તેને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આરોપી સામે અપહરણ અને હુમલા જેવા ગંભીર ગુનાઓ છે, અને તેની ધરપકડ કાયદેસરની પ્રક્રિયા હેઠળ કરવામાં આવી છે. સુરક્ષાની પૂર્ણ વ્યવસ્થા સાથે કરવામાં આવેલી આ કામગીરીમાં કોઈ જાનહાનિ કે દુર્ઘટના થઈ નથી.

આસપાસના લોકોમાં ચકચાર
આ ઘટના દરમિયાન શિવમ આવાસ યોજના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, અને આ ફિલ્મી દ્રશ્યો જેવી ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની. અમદાવાદ પોલીસે આ ઘટનાને નિયંત્રણમાં લઈને આરોપીની ધરપકડ કરી, અને હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

BJP ની મહારાષ્ટ્રમાં ચોરી, હવે બિહારમાં મેચ ફિક્સિંગ!, લોકશાહી માટે ઝેર: રાહુલના આરોપ

Corona Update: શું ભારતમાં ફરી કોરોના ખતરો બનશે!, જુઓ શું સ્થિતિ?

Bihar Accident: માંડ માંડ બચ્યા તેજસ્વી યાદવ! બેકાબૂ ટ્રક કાફલામાં ઘૂસી ગઈ, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Trump vs Musk: એલોન મસ્ક ટ્રમ્પને હરાવવા નવી પાર્ટી બનાવી?, શું મસ્ક બનશે રાષ્ટ્રતિ?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો

ગુજરાતમાં મેગા સાયબર કૌભાંડનો પર્દાફાશ: કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે 89 RBL બેંક ખાતા પકડાયા

Stampede Chinnaswamy Stadium: કર્ણાટક CMના સચિવનું પત્તુ કપાયું, અધિકારીઓ-પોલીસકર્મીઓ નિશાને

India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!

Related Posts

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 10 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 7 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 18 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 30 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?