Ahmedabad Plane Crash: ગુજરાત પોલીસે પ્લેનનો વીડિયો ઉતારનાર માસૂમ આર્યનને મનથી તોડી નાખ્યો?

Ahmedabad Plane Crash: 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ભયંકર વિમાન દુર્ઘટનાનો ભોગ બની આ અકસ્માતમાં ઓછામાં ઓછા 274 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બની તેની થોડીક ક્ષણોમાં જ દુર્ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો. આ વીડિયો 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. તેનું નામ આર્યન અસારી નામ છે. તેને જણાવ્યું હતુ કે, તેને પહેલીવાર નજીકથી પ્લેન જોયું જેથી તેમના ગામ લોકો અને મિત્રોને બતાવવા માટે તેને વીડિયો બનાવ્યો હતો પરંતુ આ વીડિયોએ તેની જીંદગી બદલી નાખી. વીડિયો બનાવ્યા બાદ હાલમાં આ કિશોરની હાલત કેવી છે તે અંગે જાણવા બીબીસી ન્યુઝએ આ સગીરના પિતાનો ઈન્ટરવ્યું લીધો હતો.

પ્લેન ક્રેશનનો વીડિયો ઉતારનાર આર્યનની જીંદગી બદલાઈ

આર્યનના પિતા મગનભાઈ અસારીએ બીબીસી ન્યુઝને જણાવ્યુ્ં હતુ કે, આ ઘટના પછી તે આઘાતમાં છે. તેની આર્યન પર એટલી ગંભીર અસરથઈ છે કે આર્યને વિમાનો જોવાનો ખૂબ શોખ હતો. તેને વિમાનનાં એન્જિનનો ગર્જના કરતો અવાજ ખૂબ પસંદ હતો. પરંતુ હવે આર્યન તેના વિચારથી પણ કંપી જાય છે. વધુમાં તેઓ જણાવે છે કે, આયર્ન એટલો બધો ડરી ગયો છેકે, તેણે પોતાનો ફોન વાપરવાનું પણ બંધ કરી દીધું છે.

વધુમાં આર્યનના પિતા જણાવે છે કે તેમને ઈન્ટરવ્યું માટે પત્રકારો આર્યન સાથે વાત કરવા માગે છે જેથી પત્રકારો દિવસ-રાત અમારા ઘરની આસપાસ આંટા મારે છે.

પિતાએ આર્યનની હાલત વિશે શું કહ્યું ?

આર્યનના પિતા મગનભાઈ અસારી નિવૃત્ત લશ્કરી સૈનિક છે તેઓ હાલમાં મેટ્રો સેવામાં કામ કરે છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી ઍરપૉર્ટની નજીકના વિસ્તારમાં રહે છે. તાજેતરમાં જ તેઓ ત્રણ માળની એક ઇમારતના ધાબા પર આવેલા એક નાના રૂમમાં રહેવા ગયા હતા. તેમનાં પત્ની અને બે બાળકો આર્યન અને તેમનાં મોટી બહેન ગુજરાત અને રાજસ્થાન રાજ્યોની સરહદ નજીક આવેલા તેમના પૈતૃક ગામમાં રહે છે. પિતાના જણાવ્યા મુજબ આર્યન વિમાનનો શોખીન હતો જ્યારે આર્યનની પિતા સાથે વાતથતી ત્યારે તે તેના પિતાને પૂછતો હતો કે, શું હું આપણા ધાબા પરથી વિમાનો જોઈ શકું ત્યારે તેના પિતા કહેતા કે હા તું એને આકાશમાં લહેરાતા જોઈ શકીશ.” મગનભાઈની પુત્રી પોલીસ અધિકારી માટેની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી ત્યારે આર્યનને અમદાવાદ આવવાની તક મળી, આ ઘટના બની ત્યારે આર્યન પહેલી વખત અમદાવાદમાં આવ્યો હતો.

આર્યન હજુ પણ આઘાતમાં

વધુમાં પિતા જણાવે છે કે, આર્યને તેના મિત્રોને બતાવવા માટે ઘરનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેણે ઍર ઇન્ડિયાનું વિમાન જોયું અને તેનો વીડિયો બનાવ્યો તે દરમિયાન તેને વિમાનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેવો ખ્યાલ આવ્યો. પરંતુ તે સમજી ન શક્યો કે શું થઈ રહ્યું છે. જ્યારે તેને ને ઇમારતોમાંથી આગ ફેલાતી દેખાઈ ત્યારે તેને આખરે ખ્યાલ આવ્યો કે કંઈક અજુગતું થયું છે. જે બાદ આર્યને તેના પિતાને વીડિયો મોકલ્યો અને તેમને ફોન કર્યો અને તેને તેના પિતાને કહ્યુ કે, “મેં આ જોયું પપ્પા, મેં આ વિમાનને તૂટી પડતા જોયું,’ એમ કહીને મને પૂછતો રહ્યો કે હવે તેનું શું થશે. મેં તેને કહ્યું કે શાંતિ રાખ અને ચિંતા ન કર. આ વાત કરતા તે ખુબ જ ભયભીત જણાતો હતો”ત્યારે પિતાએ તેને વીડિયો વધુ શૅર ન કરવા કહ્યું હતું. જોકે, ખૂબ ડરી ગયેલા અને આઘાત પામેલા આર્યને આ વીડિયો તેના કેટલાક મિત્રોને મોકલ્યો અને તે થોડા સમયમાં બધે વાયરલ થઈ ગયો. જે બાદ આર્યન અને તેના પરિવારના કપરા દિવસો શરુ થયા. મીડિયા અને પોલીસે આર્યનને હેરાન કર્યો. પોલીસ આર્યનને લઈ ગઈ હતી અને તેને શું જોયું તે વીશે પૂછતાછ કરી હતી. ત્યારે સગીરને બધા હેરાન કરતા હોવાથી પિતાએ તેને ગામમાં પાછો મોકલી દીધો છે. તે શાળાએ જાયછે પરંતુ હજુ પણ તે આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી હજુ પણ તે ખુબ ડરી રહ્યો છે.

રથયાત્રામાં લાખોનો ખર્ચ, અસરગ્રસ્તો માટે કંઈ નહીં?

મહત્વનું છે કે, આર્યન માત્ર 17 વર્ષનો છે, તેને અકસ્માતે આ વીડિયો બનાવ્યો પરંતુ આ તેને જાણે કે કોઈ મોટો ગુનો કર્યો હોય તેવું વર્તન તેની સાથે કરવામાં આવ્યું. જ્યારે કોઈ સગીર આટલી મોટી ઘટના જુએ ત્યારે તેના મગજ પર કેવી અસર થાય છે તેનો મીડિયા અને પોલીસે વિચાર ન કર્યો. આવી સ્થિતિમાં સરકારની ફરજ છે કે, તેમને આ છોકરાનું કાઉન્સેલિંગ કરવું જોઈએ જેથી તે આઘાતમાંથી બહાર આવી શકે પરંતુ સરકારે આ છોકરા માટે પણ કંઈ કર્યું નથી. તેમજ આ ઘટના બાદ આ વિસ્તારના આસપાસના લોકો પર પણ ગંભીર અસર થઈ છે. પરંતુ સરકારે તેમનું કાઉન્સલિંગ થાય તેવો પ્રયત્ન ન કર્યો. મહત્વનું છે કે, પહેલગામ આતંકી હુમલાનો બદલો લીધા વગર રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમ સાથે ટ્ર્કને સણગારવા અને ટેબ્લો સહિતની વસ્તુઓ પર લાખોનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ સરકાર આટલી મોટી ઘટના બની તેની જેમના પર અસર થઈ છે તેનો વિચાર સુદ્ધા પણ નથી કરતી? જેથી સંવેદનશીલ સરકારના દાવાઓ ફોક સાબિત થાય છે.

  • Related Posts

    Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો
    • September 4, 2025

    Surat Son Mother Suicide: સુરતમાં સતત આપઘાતની ઘટના વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટનાએ સૌ કોઈને હચમચાવ્યા છે. અલથાણ વિસ્તારની માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગમાં બુધવારે સાંજે 30 વર્ષીય પૂજા…

    Continue reading
    Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી
    • September 4, 2025

    Bhavnagar:ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તબીબ સ્ટુડન્ટને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

    • September 4, 2025
    • 12 views
    Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

    Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

    • September 4, 2025
    • 16 views
    Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

    બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

    • September 4, 2025
    • 15 views
    બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

    Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

    • September 4, 2025
    • 23 views
    Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

    Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

    • September 4, 2025
    • 23 views
    Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

    Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

    • September 4, 2025
    • 16 views
    Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!