Ahmedabad Plane Crash: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે 

દિલીપ પટેલ

Ahmedabad Plane Crash: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે એવો દાવો કર્યો હતો કે, ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની સક્રિયતાના કારણે તુરંત રાહત કામગીરી કરી શકાઈ હતી. પણ એ દાવો ખોટો સાબિત થઈ રહ્યો છે. ખોટો સાબિત કરે એવી ઘટનાનો પર્દાફાશ થયો છે. ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ નહીં પણ આરોગ્ય વિભાગે સૌથી પહેલા જાણકારી મેળવીને રાહત આપવા 3 મિનિટમાં પહોંચી ગઈ હતી, નહીં કે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ. તુરંત રિસ્પોન્સ આપવામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સદંતર નિષ્ફળ હતું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ 108 દ્વારા કરવામાં આવી હતી. આમ ફરી ફરીને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સદંતર નિષ્ફળ પુરવાર થતું આવ્યું છે.

અકસ્માત પછી ઘાયલોના બચાવ અને સારવાર મળે તે હોય છે. જેને ગોલ્ડન પિરિયડ કહે છે. 12  જૂન 2025ના દિવસે અમદાવાદથી એર ઇન્ડિયાનું વિમાન એઆઈ-171 ઉડાન ભરી અને એક મીનીટમાં હવાઈ મથક પાસે મેઘાણીનગરમાં સિવિલ હોસ્પિટલ પાસે તૂટી પડ્યું હતું.

આરોગ્ય વિભાગની કંપનીનો દાવો

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સૌપ્રથમ મદદ પહોંચાડવા ફોન કરનારા ઈમરજન્સી સર્વિસીસના સુપરવાઈઝર સતિંદરસિંઘ સંધુ હતા. તેઓ વર્ષોથી જીવીકે-ઈ એમ આર આઈ સાથે જોડાયેલા છે. તેથી સ્થિતિને તુરંત સમજી ગયા હતા.

3 મિનિટમાં 108નો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. સર્વિસીસના સૌ પ્રથમ પહોંચી જનાર લોકોમાંથી ચિરાગ સંતોકી, ઈએમટી ચિંતન વણકર અને પાયલોટ ધર્મેન્દ્ર પટેલ હતા.

સરકાર અને 108નો અલગ દાવો

ગુજરાતના માહિતી વિભાગ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી હતી કે, 1.41 વાગ્યે પહેલો કોલ મળતાં જ 4 એમ્બ્યુલન્સને તાત્કાલિક નજીકના સ્થળેથી રવાના કરાઈ હતી. ૩ મિનિટમાં લગભગ 1.44 વાગ્યે પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. 10 મિનિટમાં 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવીને મદદ કરી હતી. મદદ કરવાની કામગીરીમાં 80 લોકો 108ના જોડાયા હતા.

બીજો એક દાવો

પ્લેન ક્રેશ થયાની 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હોવાનો સમાચારમાં દાવો કરાયો હતો. જેમાં 176 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા.
ઇએમએસના 80 લોકો ઘટના સ્થળે કામગીરીમાં જોડાયા હતા. ત્યાર પછી ફાયર, પોલીસ, હોસ્પિટલ અને અધીકારીઓ આવ્યા હતા.

એમ્બ્યુલન્સને તાત્કાલિક રવાના કરવી, વ્યવસ્થિત રેસ્ક્યુ અને રિકવરી, અને સ્થળ પરના નેતૃત્વએ અસરકારકતા અને સંવેદનશીલતા સાથે આ ગંભીર પરિસ્થિતિનું સંચાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પણ ક્યાંય ડિઝાસ્ટર વિભાગ દેખાતો ન હતો.

108 GVK EMRIના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશંવત પ્રજાપતિએ જણાવ્યું કે, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું એ સ્થળ 108 સુપરવાઇઝરી સ્ટાફ ઓફિસથી ખૂબ નજીક 50 મીટર છે. વિમાન તૂટવાનો અવાજ સાંભળીને 108ને જાણ થઈ પછી કંટ્રોલરૂમ દ્વારા પ્રોટોકોલ મુજબ અન્ય સ્થાનિક બચાવ સંસ્થાઓ જેમ કે પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરેને જાણ કરવામાં આવી હતી.

જશવંત પ્રજાપતિ એક અખબારને કહી રહ્યાં છે તેનો સીધો મતલબ કે એમ્બ્યુલન્સ સેવાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરી હતી. ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારે તો એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી.

વિમાન દુર્ઘટના અંગે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને આશરે 25 કૉલ મળ્યા હતા. બપોરે 1.41 વાગ્યે પહેલો કૉલ મળતાં જ 4 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. એલર્ટ થયાના 3 મિનિટમાં (લગભગ 1.44 વાગ્યે) પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગને પણ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરફથી તમામ સંબંધિત અધિકારીઓને મલ્ટિ કૉઝેલિટી ઇન્સિડેન્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો. ઇન્સિડેન્ટ કોલની 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. કુલ 35 એમ્બ્યુલન્સ કામગીરીમાં જોડાઈ હતી.

એમ્બ્યુલન્સ સેવા આપતી કંપનીએ દાવો કર્યો કે, કામગીરી દરમિયાન કુલ 176 પીડિતોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 18 લોકો જીવતા હતા.

સરકારે દાવો કર્યો કે, દુર્ઘટના બાદ 50 જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાંથી 16ને બહારના દર્દી તરીકે તથા 31ને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ રહી હતી. બન્નેના દાવા અલગ છે.

આમ વડાપ્રધાન, ગૃહ પ્રધાન, ગુજરાત સરકારના જૂઠા દાવાઓની પોલ 108 GVK EMRI દ્વારા જાહેર કરેલી વિગતો દ્વારા ખોલી શકાય તેમ છે.

મુખ્ય પ્ધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનની બેઠકમાં દાવો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મેળવી હતી.

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ, કેન્દ્રીય રાજ્ય મંત્રી  મુરલીધર મોહોલ બેઠકમાં હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાનને આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન વિભાગ, DGCA, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને રાહત કમિશનર દ્વારા સમગ્ર વિમાન દુર્ઘટનાનો ઘટનાક્રમ, રાહત-બચાવ કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

રાજ્ય સરકારે દુર્ઘટનાની જાણ થતાં વેંત ત્વરિત હાથ ધરેલી રાહત-બચાવની કામગીરી સંદર્ભે આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, 45 તબીબ, SDRF, NDRF, 85 ફાયર ફાઈટર, AMC, 75 એમ્બ્યુલન્સને કામગીરીમાં જોડવામાં આવી હતી.

અમિત શાહે બચાવ-રાહતમાં કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારના પોલીસ, આરોગ્ય, ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રના સંકલન અને ત્વરિત કામગીરીની સરાહના કરી હતી.

ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે, દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે સમગ્ર તંત્રને બચાવ-રાહત કામગીરી માટે જોડાવાની તત્કાલ સૂચનાઓ આપી હોવાનો ખોખલો દાવો કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની મદદ પૂરી પાડી હતી.

સરકાર પહોંચે તે પહેલાં જ 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં આરોગ્ય વિભાગની કંપનીની એમ્બ્યુલન્સ ફાયર સર્વિસીસની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું.

સરકાદ દાવો કરે છે કે, માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસીસની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું. પણ ફાયરને જાણ કરીને પહેલી બચાવ કામગીરી તો 108 દ્વારા કરીને લોકોને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ત્યાર પછી ડિઝાસ્ટરનો સ્ટાફ આવે છે.

ફોર્સ

બચાવ-રાહત કામગીરી માટે સરકારી ફોર્સ આ પ્રમાણે હતો. આર્મીના 250 જવાનો, રેપિડ એક્શન ફોર્સની 1 ટીમ, એન.ડી.આર.એફ.- એસ.ડી.આર.એફ.ની 3 ટીમ, 139 ફાયરના સાધનો , ફાયર સર્વિસીસના 612 કર્મચારીઓ, પોલીસ ડોગ સ્ક્વોડ, 100 એમ્બ્યુલન્સ, 4 આઈ.એ.એસ. અધિકારી, SEOC ખાતે 16 નાયબ કલેક્ટર અને 16 મામલતદાર અને મહેસૂલી કર્મચારીઓ.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરોના સ્વજનો માટે અમદાવાદમાં રહેઠાણ અને વાહન સુવિધા માર્ગ મકાન વિભાગ દ્વારા કરાઈ.

ડી.એન.એ. ટેસ્ટીંગ એફ.એસ.એલ.ની 10 ટીમના 36 જેટલા એક્સપર્ટ્સ, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા માર્ગ-મકાન વિભાગના 150 જેટલા કર્મીઓ, 41 ડમ્પર-ટ્રેક્ટર, 16 જેસીબી અને 3 એક્સકેલેટર સ્ટેન્ડબાય રખાયા.

આરોગ્ય, એફ.એસ.એલ, ફાયર, પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર તથા કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગ કામે લાગ્યા હતા.

સરકારે એવો દાવો કર્યો હતો કે, કામગીરીએ રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. પણ એ દાવો અર્ધસત્ય છે.

 

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash માં બચી ગયેલા રમેશ વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો, સર્જાયા ભાવુક દ્રશ્યો

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?

 Vadodara: સયાજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી CCTV બંધ, સુરક્ષા પર સવાલો

Israel Iran War: યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું!, ટ્રમ્પે સેનાને હુમાલની મંજૂરી આપી!

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

 

 

 

 

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

  • October 29, 2025
  • 10 views
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 13 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 12 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 20 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 9 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 27 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી