Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad plane crash, RAT Cause: અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાએ દેશ સહિત વિશ્વને હચમાચવી નાખ્યું છે. આ પ્લેન દુર્ઘટનામાં 241 માંથી એક જ વ્યકિતનો જીવ બચ્યો. જ્યારે જે હોસ્ટેલ પર પડ્યું તેના ઈન્ટર્ન ડોક્ટરો, સ્ટાફના લોકો મોતને ભેટ્યા છે. કેટલાંક લોકો હજુપણ લાપતા છે. મૃત્યુંઆંક 280ની પાર પહોંચ્યો છે. ત્યારે આ આટલા મોટાપાયે જાનહાની કેવી રીતે થઈ, તેમાં કોની બેદરકારી છે, તે તમામ સવાલો લોકો પૂછી રહ્યા છે. સરકાર જવાબદારી લેવા તૈયાર નથી. ત્યારે યુએસ નેવીના પૂર્વ પાઇલટ અને ઉડ્ડયન નિષ્ણાત કેપ્ટન સ્ટીવે શેઇબનરે કહ્યું કે વિમાન દુર્ઘટનાના મૂળ ફૂટેજમાં વિમાનની નીચેની સપાટી સ્પષ્ટપણે દેખાય છે અને તેમાં કંઈક દેખાય છે, જે આઘાતજનક છે.

પ્લેન ક્રેશનો વીડિયો જોયા પછી…

કેન્દ્ર સરકારે ગુરુવારે (12 જૂન, 2025) અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઇંગ-787 ડ્રીમલાઇનર પ્લેન ક્રેશ કેસની તપાસ માટે એક પેનલની રચના કરી છે, જે 3 મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરશે. આ દરમિયાન પૂર્વ યુએસ નેવી પાઇલટ અને જાણીતા એવિએશન વિશ્લેષક કેપ્ટન સ્ટીવ શેબનરે પ્લેન ક્રેશનો વીડિયો જોયા પછી પ્લેનમાં RAT (રેમ એર ટર્બાઇન) ની સક્રિયતા વિશે વાત કરી છે.

ઉડ્ડયન નિષ્ણાતોના મતે દુર્ઘટનનાના દિવસે એર ઇન્ડિયાના બોઇંગ-787 વિમાને ઉડાન ભરતાની સાથે જ ટેકઓફ કર્યા પછી તરત જ RAT સક્રિય થઈ ગયું હતું, જે એક મોટો સંકેત છે કે વિમાન ઉડાન ભરતાની સાથે જ કોઈ ખૂબ જ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું.

જો સહાયક પાવર યુનિટ (APU) કામ ન કરે તો…

ઉડ્ડયન નિષ્ણાત કેપ્ટન સ્ટીવએ જણાવ્યું હતું કે જ્યારે વિમાનનું પ્રાથમિક એન્જિન નિષ્ફળ જાય છે, ત્યારે કટોકટી શક્તિ મેળવવા માટે રામ એર ટર્બાઇન (RAT) સક્રિય થાય છે. જો સહાયક પાવર યુનિટ (APU) કામ ન કરે અથવા બેટરી યુનિટ નિષ્ફળ જાય, તો RAT  પણ સક્રિય થાય છે. RAT ફક્ત આવી પરિસ્થિતિમાં જ કામ કરે છે.

અકસ્માતના મૂળ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફૂટેજ જોયા પછી કેપ્ટન સ્ટીવે RAT ના સક્રિયકરણ વિશે વાત કરી છે. તેમણે કહ્યું, ‘બધાએ જે વિડિઓ જોયો તે વાસ્તવિક વિડિઓ નહોતો. મૂળ ફૂટેજમાં વિમાનની નીચેની સપાટી સ્પષ્ટપણે દેખાય છે અને તેમાં કંઈક દેખાય છે, જે દરેકને આઘાત પહોંચાડે છે.’

વિમાન દુર્ઘટનાનો પહેલો વિડીયો જે સામે આવ્યો હતો તે સ્ક્રીન રેકોર્ડિંગ હતો. જે કોઈએ બીજા ડિવાઇસનો ઉપયોગ કરીને ફોન પર શૂટ કર્યો હતો, જેના કારણે મહત્વપૂર્ણ વિગતો ચૂકી ગઈ હતી. હવે, મૂળ વીડીયો સામે આવ્યા પછી, તપાસની દિશા બદલાઈ ગઈ છે.

‘RAT એ ફક્ત ત્રણ પરિસ્થિતિઓમાં જ બહાર આવે’

કેપ્ટન સ્ટીવે કહ્યું કે વીડિયોમાં પ્લેનની નીચે એક નાનો પ્રોપેલર દેખાય છે, જેને RAT કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે આ એક ઇમરજન્સી સિસ્ટમ છે, જે ફક્ત ત્રણ પરિસ્થિતિઓમાં જ બહાર આવે છે. પ્રથમ, જો કોઈ મોટી ઇલેક્ટ્રિક નિષ્ફળતા આવે, બીજું, જો હાઇડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ જાય અથવા બંને એન્જિન કામ કરવાનું બંધ કરી દે.

કેપ્ટન સ્ટીવે એમ પણ કહ્યું કે જ્યારે RAT સક્રિય થાય છે અને તે બહાર આવે છે, ત્યારે એક ખાસ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે, જે નવા વીડિયોમાં પણ સંભળાય છે અને અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશે એમ પણ કહ્યું કે અકસ્માત પહેલા, એક જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો અને લીલી અને સફેદ લાઇટો પ્રગટી ગઈ હતી.

કેપ્ટન સ્ટીવ કહે છે કે વિશ્વાસ કુમારે ઉલ્લેખ કરેલી બંને બાબતો ત્યારે થાય છે જ્યારે RAT સક્રિય થાય છે, જ્યારે વિમાનની મુખ્ય પાવર સિસ્ટમ બંધ થઈ જાય છે અને કટોકટીની શક્તિમાં સંક્રમિત થાય છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો આ રહ્યા?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડે આપ્યો ચકમો, 5 મિલિયન લોટરીનો જેકપોટ લઈ નવા પ્રેમી સાથે ફરાર |  Canada

UP: બોયફ્રેન્ડને મોજમાં રાખવા ગર્લફ્રેન્ડ બની ચોર!, આ રીતે બાઈક સાથે પકડાયા?

સૌરભનું કાપેલું માથુ લઈ મુસ્કાન બોયફ્રેન્ડ સાથે સૂઈ રહી, મેરઠ હત્યાકાંડનું ભયાનક સત્ય | Saurabh murder case

Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Mahesh Jirawala missing: મહેશ જીરાવાલા કોણ છે? જે વિમાન ક્રેશની ઘટના બાદ મળ્યા નથી!

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

Related Posts

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી
  • October 27, 2025

Ahmedabad  Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો…

Continue reading
Gujarat Rain forecast : ગુજરાતમાં આજેપણ ભારેથી અતિભારે વરસાદની આગાહી;રાતભર વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર બન્યું
  • October 27, 2025

Gujarat Rain forecast : અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં હાલ કમોસમી વરસાદી માહોલ જામ્યો છે અને રાત્રિ દરમિયાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 3 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 15 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 20 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા

  • October 27, 2025
  • 11 views
BJP politics: ભાજપે ‘મતચોરી’ કરવાનો અખતરો 2014માં ગુજરાતથી કર્યો જે દેશભરમાં ફેલાયો છે!: રાહુલના ચાબખા