
Gujarat Weather: ગુજરાત રાજ્યના હવામાનમાં ગઈકાલથી એકાએક પલટો આવ્યો છે. જે અનુસાર આજે પણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. ફેબ્રુઆરીની શરુઆતમાં જ હવામાન બદલતાં ખેડૂતો પણ ચિંતત બન્યા છે. ઉભા પાકને નુકસાન થવાની ભીતી સતાવી રહી છે.
અંબાલાલ પટેલ શું કહે છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ( 4 ફેબ્રુઆરી) દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં પલટાની શક્યતા છે.
અમદાવાદમાં શું અસર?
અમદાવાદમાં આજથી વાદળો આવવાની શરુઆત થઈ શકે છે. પૂર્વી રાજસ્થાનના ભાગોમાં થોડા અંશે વરસાદી છાંટા પડી શકે છે. પંચમહાલ, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણ બદલાતા ફરી ઠંડી જોર પકડી શકે છે. 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ‘ગુજરાત યુનિ.ના B.COMનું પેપર વેચવાનો પ્રયત્ન’: વોટ્સએપ ચેટ વાઈરલ,
આ પણ વાંચોઃ Mehsana News: કડીના MLA કરશનભાઈ સોલંકીનું નિધન, ધારાસભ્ય આ બિમારીથી પિડાતા હતા?