
Ahmedabad: અમદાવાદમાંથી એક કરુણ ઘટના સામે આવી છે જેમાં ગઈ કાલે અમદાવાદ રિવરફ્રન્ટ પરથી મા-દીકરીએ છલાંગ લગાવી હતી. જે બાદ માતાનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું જ્યારે બાળકી માતાની તરતી લાશ સાથે ચોંટી રહી હતી. જો કે, બાદમાં આ બાળકીનું પણ મોત થયું હતું.આ ઘટનાનો હચમચાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.
માતાની તરતી લાશ સાથે ચોંટી રહી બાળકી
મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે ઉસ્માનપુરા ગાર્ડન તરફના રિવરફ્રન્ટ પર પિન્કીબેન નામની 38 વર્ષીય મહિલાએ મહિલાએ પોતાની બાળકીને લઈને નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે, આ ઘટનામાં માતાનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે બાળકી માતાના તરતા મૃતદેહ પર તરતી જોવા મળી હતી. આ ઘટનાની પોલીસ અને રેસ્ક્યૂ ટીમને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે બંન્નેને બહાર કાઢ્યા હતા. જેમાં બાળકી જીવીત હોય તેવું લાગતા તેને CPR આપ્યો હતું અને તે બાળકી રડવા લાગી જે બાદ બાળકીનો જીવ બચાવવા માટે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેને પોલીસની ગાડીમાં જ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી આ દરમિયાન સ્તામાં એમ્બ્યુલન્સ મળતા બાળકીને એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરીને તેને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે, ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ઘટનાનો હચમચાવનારો વીડિયો આવ્યો સામે
માતાના નદીમાં છલાંગ લગાવ્યા બાદનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, માતાની લાશ તરી રહી છે અને બાળકી માતાની છાતી પર ચોંટીને તરી રહી છે. હાલ તો માતાએ કેમ આવું કર્યું તેના પાછળનું કારણ સામે આવ્યું નથી પરંતુ આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું