Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ

Ahmedabad Student Murder: અમદાવાદમાં વિદ્યાર્થીની થયેલી હત્યાનો મામલો હજુ સમી રહ્યો નથી. આજે 21 ઓગસ્ટે NSUIના કાર્યકરોને અટકાયત કરી પોલીસવાનમાં બેસાડતા તેમણે કહ્યું કે, પોલીસ આતંકવાદીઓ જેવું વર્તન કરે છે. યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીની હત્યા બાદ સ્થિતિ વધુ વણસી રહી છે. લોકો પોલીસના કાબૂમાં પણ આવી રહ્યા નથી. જેને લઈ પોલીસ સતત લોકોને પકડી પકડીને લઈ જઈ રહી છે.

અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં 19 ઓગસ્ટે થયેલી વિદ્યાર્થીની હત્યાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની જ હત્યા કરી નાખી છે. જેથી શિક્ષકોની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. કારણ કે શિક્ષકોનો બાળકોના ઘડતરમાં મોટો ફાળો હોય છે. શિક્ષક કહે તેવું વિદ્યાર્થીઓ અનુકરણ કરતા હોય છે. ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા છે કે શું શાળામાં  શિક્ષકો હિંસાના પાઠ ભણાવે છે?,  હાલ તો આ શિક્ષકોની ગંભીર બેદકારીને લઈ લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. શાળાને તાળાબંધી કરવા લોકો પહોંચી રહ્યા છે.

શું છે મામલો?

19 ઓગસ્ટે ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 10ના એક વિદ્યાર્થીની હત્યા ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા છરીના ઘા ઝીંકીને કરી નાખી હતી. જો કે હવે અહેવાલ મળી રહ્યા છે કે ધો-10 ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.  આ ઘટનાએ સમગ્ર શહેરમાં આક્રોશનો માહોલ સર્જ્યો છે. આ મામલે પોલીસે આરોપી વિદ્યાર્થીની જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ અટકાયત કરી છે, જ્યારે આરોપીને મદદ કરનાર શંકાસ્પદ અન્ય એક વિદ્યાર્થીની પણ અટકાયત કરવામાં આવી છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે, અને આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર (છરી) કબજે કર્યું છે અને CCTV ફૂટેજ તેમજ ઈન્સ્ટાગ્રામ ચેટની તપાસ કરી રહી છે, જેમાં આરોપીએ ગુનો કબૂલ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે આ ઘટનામાં અન્ય સાત વિદ્યાર્થીઓની પણ સંડોવણી હોઈ શકે છે, જેની તપાસ ચાલી રહી છે.

સ્કૂલોમાં સ્વયંભૂ બંધ અને તાળાબંધી

આ ઘટનાને પગલે અમદાવાદના મણીનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારોની લગભગ 200 સ્કૂલોએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. કુમકુમ સ્કૂલના સંચાલક મહેશ ઠક્કરે જણાવ્યું કે, “આ ઘટનાએ લોકોમાં આક્રોશનો માહોલ સર્જ્યો છે, જેને પગલે શાળા સંચાલકોએ સ્વયંભૂ બંધનું પાલન કર્યું છે. આ વિસ્તારોની મોટાભાગની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે.”

ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા આજે (21 ઓગસ્ટ) સવારે 11:30 વાગ્યે સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા મણીનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો અને બજારો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધને સવારથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે, પરંતુ મોટાભાગની દુકાનો અને વેપારી સંસ્થાઓ બંધ રહી છે.

પ્રદર્શનો અને હિંસક તોડફોડ

20 ઓગસ્ટના રોજ આ ઘટનાને લઈને મૃતકના પરિવાર, સિંધી સમાજ અને વાલીઓએ સેવન્થ ડે સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જે હિંસક બન્યા હતા. ટોળાએ સ્કૂલની બસો, કાર અને વર્ગખંડોમાં તોડફોડ કરી, તેમજ પ્રિન્સિપાલ અને સ્ટાફ પર હુમલો કર્યો હતો. 21 ઓગસ્ટે પણ પ્રદર્શનો ચાલુ રહ્યા, જેમાં વાલીઓ અને સ્થાનિક લોકોએ ધરણાં અને રોડ અટકાવવાનું આયોજન કર્યું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું, અને પોલીસે ભીડને નિયંત્રણમાં લેવા માટે લાઠીચાર્જનો આશરો લીધો. ABVP, બજરંગ દળ અને VHP જેવા જમણેરી સંગઠનોએ પણ પ્રદર્શનોમાં ભાગ લઈને નારેબાજી કરી અને સ્કૂલની બેદરકારીનો આક્ષેપ કર્યો.

સ્કૂલ પર ગંભીર આક્ષેપો

મૃતક વિદ્યાર્થીના પરિવારે સ્કૂલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે તેમનો દીકરો ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલમાં આવ્યો હતો, પરંતુ સ્કૂલે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવાને બદલે બેદરકારી દાખવી. આ ઉપરાંત, સ્કૂલે પાણીનું ટેન્કર બોલાવીને લોહીના ડાઘા ધોઈ નાખ્યા, જેનાથી પુરાવાનો નાશ થયો હોવાનો આક્ષેપ છે. ક્રાઈમ બ્રાન્ચ આ મામલે પાણીના ટેન્કરવાળાની પૂછપરછ કરી રહી છે. જો આ આક્ષેપો સાચા હોવાનું સાબિત થશે, તો સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલકો સામે પુરાવાનો નાશ કરવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે.

વાલીઓની ચિંતાઓ અને સ્કૂલની બેદરકારી

વાલીઓએ સ્કૂલમાં ચાલતી ગેરરીતિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સ્કૂલમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા છરી લાવવી, અભદ્ર ભાષાનો ઉપયોગ અને અન્ય ગેરવર્તણૂકની ફરિયાદો હતી, પરંતુ સ્કૂલે આ બાબતોને ગંભીરતાથી લીધી નથી. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલની ગંભીર બેદરકારીનો ઉલ્લેખ કર્યો છે અને શાળાને થોડા સમય માટે ઓનલાઈન શિક્ષણ પર શિફ્ટ કરવાની ભલામણ કરી શકે છે.પોલીસ બંદોબસ્ત અને રાજ્ય સરકારનું વલણબંધ અને પ્રદર્શનોને લઈને સેવન્થ ડે સ્કૂલની બહાર અને 500 મીટરના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. JCP શરદ સિંઘલ અને DCP બલદેવ દેસાઈ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ ઘટનાની નિંદા કરી છે અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે ખાતરી આપી છે કે ન્યાયની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

આ ઘટનાએ અમદાવાદના શૈક્ષણિક સમુદાય અને સમાજમાં ઊંડો આઘાત અને આક્રોશ સર્જ્યો છે. આગામી દિવસોમાં તપાસના પરિણામો અને સ્કૂલની જવાબદારી અંગે વધુ સ્પષ્ટતા આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો:

iPhone product: ભારતમાં આઈફોન બનાવવાનું શરુ, ટ્રમ્પની ધમકીઓનો ફિયાસ્કો

MP: અર્ચના તિવારી તો મોટી ખેલાડી નીકળી, ટ્રેનમાંથી ગુમ થયા પછી નેપાળ ભાગી ગઈ, જાણો પછી શું થયું?

Delhi: 30 દિવસ માટે ધરપકડ થશે તો PM-CMનું પદ ગયુ સમજો, સરકારે ખરડો પસાર કર્યો, શું વિપક્ષને દબાવવાનું પગલુ?

UP: ગીતમાં મશગૂલ ડ્રાઈવરે સર્જયો અકસ્માત, ટ્રેક્ટર ઘરમાં ઘુસાડી 6 લોકોને કચડી નાખ્યાં

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

 

Related Posts

Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
  • August 29, 2025

Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

Continue reading
chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
  • August 29, 2025

chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

  • August 29, 2025
  • 1 views
UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

  • August 29, 2025
  • 3 views
UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

  • August 29, 2025
  • 9 views
 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

  • August 29, 2025
  • 14 views
Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

  • August 29, 2025
  • 14 views
‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

Haryana: ત્રણ વર્ષના માસૂમને કચડી નાખ્યું, કાર છોડીને આરોપી ફરાર

  • August 29, 2025
  • 15 views
Haryana: ત્રણ વર્ષના માસૂમને કચડી નાખ્યું, કાર છોડીને આરોપી ફરાર