
Abortion Scam in Bavla : અમદાવાદ જીલ્લાના બાવળામાંથી ગર્ભપાત કરાવવાનું કૌભાંડ ઝડપાયું છે. તે પણ દવાખાનામાંથી નહીં પણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયું છે. તાલુકા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમે ભ્રૃણહત્યાના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. આ કારસ્તાનમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો બાવળા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે વખતે ખાનગી રાહે બાતમી મળી હતી કે “પનામા ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105 માં હેમલત્તાબેન કલ્પેશભાઇ ચીનુભાઇ દરજી (રહે.એ/52, શાંતીનગર સોસાયટી, કલિકુંડ, ધોળકા તા.ધોળકા) પોતે કોઇ મેડીકલ પ્રેકટીસની ડીગ્રી ધરાવતા ન હોવા છતાં ગર્ભવતી મહિલાઓનુ ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવાનુ કામ કરે છે. અને હાલમાં આ પ્રવૃતિ ચાલુ છે.”
આ બાદમી આધારે તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. રાકેશભાઇ મહેતા તથા અર્બન હેલ્થ સેન્ટર બાવળાના મેડીકલ ઓફીસર ડૉ. અંકિતાબેન રબારી નાઓની ટીમ સાથે સંકલન કરી મેડીકલ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. રેઈડ દરમિયાન ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ભ્રૃણહત્યાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે.
આ કારસ્તાનમાં મેડિકલ પ્રેક્ટીસ વગર ગર્ભપાત કરાવનાર હેમલતા દરજી સહિત મદદ કરનાર અને અન્ય મહિલા વિરુદ્ધ બાવળા પો.સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-91, 92, 54 તથા મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ 1971ની કલમ-5(2), 5(3) મુજબ ગુનો નોંધ્યો છે.
આરોપી મહિલાએ શું કરી કબૂલાત?
આરોપી મહિલાએ પોતે નર્સિંગનો કોર્ષ કર્યો છે અને અગાઉ પોતે સંતોકબા હોસ્પિટલ ધોળકા ખાતે ડોક્ટર સાથે કામ કરતી હતી. જેથી પોતે ગર્ભપાત કરવાની પધ્ધતિથી વાકેફ હતી. પોતાના અંગત આર્થિક ફાયદા માટે ગર્ભવતી મહિલાઓ કે જે ગર્ભપાત કરાવવા ઇચ્છીત હોય તેવી મહિલાઓનો સંપર્ક કરી તેઓ પાસેથી મોટી રકમ વસૂલ કરી બાવળા ખાતે પનામા ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડેથી રાખી ગુનાઓને અંજામ આપતી હતી.
મિડિયા અહેવાલો પ્રામાણે મહિલા નર્સ હેમલતા દરજી ગર્ભવતી મહિલાઓને એનેથેસિયા આપીને બેભાન કર્યા બાદ ગર્ભપાત કરતી હતી. ગર્ભપાત કરવાના એક મહિલાના 5 હજાર રૂપિયા લેતી હતી. તો બીજી તરફ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે આ મહિલા બરોડામાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું. આ નર્સે ગેસ્ટ હાઉસમાં અનેક મહિલાઓના ગર્ભપાત કર્યા હોવાની આશંકા SOG એ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:
સોનુ સૂદે બરફીલા પહાડમાં બાઇક ચલાવી ભૂલ કરી, હવે હિમાચલ પોલીસે કરી કાર્યવાહી | Sonu Sood
MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન
MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન
ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad
Rajkot: ધોરાજીમાં રોડ ઓળંગતી 21 વર્ષિય યુવતીને બોલેરોચાલકે કચડી નાખી
Amul દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં પણ ઘટાડો
Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ
UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો
Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?
જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod
Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ
ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!
Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?








