
Ahmedabad Sola Civil Hospital: અમદાવાદની સોલા સિવિલની હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. મહિલા ડોક્ટરે સારવાર નહીં કરુ કહીં બાળ દર્દીના સગા સાથે હાથચાલાકી કરી હતી. મહિલા ડૉક્ટરે વીડિયો ઉતારતા વ્યક્તિ સાથે હાથચાલાકી પણ કરી હોવાનું સ્પષ્ટપણે વીડિયોમાં દેખાઈ રહ્યું છે. અજય ચાવડા નામની વ્યક્તિ બીમાર ભત્રીજીની સારવાર માટે 26 ઓક્ટોબર રાત્રે 9 વાગ્યાની આસપાસ સોલા સિવિલમાં આવ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી.
Ahmedabad | સોલા સિવિલ હોસ્પિટલના મહિલા તબીબની દાદાગીરી |tv13gujarati
દીકરીની સારવાર માટે આવેલા યુવક સાથે કરી હાથચાલકી
દીકરીની સારવાર કરવાનું કહેતા મહિલા ડોક્ટરે કર્યો ઇન્કાર
આશિક હરિભાઈ ચાવડા નામના યુવક સાથે કર્યો ઝઘડો#gujarat #ahmedabad #sola #civilhospital #female… pic.twitter.com/19zRCl0Xqk
— TV13 Gujarati (@tv13gujarati) October 26, 2025
આ ઘટનાનાએ મેડિકલ ક્ષેત્રે દર્દીઓની હાલાકીનો પુરાવો આપ્યો છે. આવી રોજે રોજ ઘટનાઓ બનતી હોય છે. જો કે તે ધ્યાને આવતી નથી. આ ઘટના વીડિયો વાયરલ થયા બાદ સામે આવી છે જેમાં ડોક્ટરની ઊંચા અવાજમાં દલીલો, હાથચાલાકી અને સ્પષ્ટ ઇન્કાર જોવા મળે છે. પીડિત પરિવારના સભ્ય અજય ચાવડાએ ‘દિવ્ય ભાસ્કર’ને આપેલા નિવેદનમાં આ બધું વર્ણવ્યું છે, જેમાં તેઓએ કહ્યું કે, “આવી વ્યવસ્થા હોય તો દર્દીઓ ક્યાં જાય?”
અજય ચાવડાએ અને તેમના ભાઈ (જે સોલા સિવિલ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે) 26 ઓક્ટોબરની રાત્રે આશરે 9 વાગ્યે તેમની ભત્રીજીને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. નાનકડી બાળકીને છેલ્લા બે દિવસથી હળવો તાવ હતો, પરંતુ તે દિવસે તાવ વધી ગયો હતો અને કફને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. પરિવારના સભ્યોએ તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલનો આશ્રય લીધો, કારણ કે તેમનો ભાઈ અહીં જ કામ કરે છે અને તેથી તેઓને આ હોસ્પિટલ સાથે પરિચિતતા છે.
બાળકીનું તાપમાન માપવા માટે થર્મોમીટર લગાવ્યું, પરંતુ તે ટી-શર્ટની ઉપરથી બગલમાં લગાવેલું હતું. જે બાબતે મહિલા ડોક્ટર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં મહિલા ડોક્ટરે ગુસ્સે થઈ કહ્યું હતુ કે “મેં તમને 3-4 વાર કહ્યું, તમને સમજતું નથી? તારી છોકરી છે તો તને ખબર ન પડે કેવી રીતે મૂકવાનું?”આશિકે ડોક્ટરનું નામ પૂછ્યું, પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં. તેમણે ડોક્ટરને કહ્યું, “ધીમેથી વાત કરો,” તો ડોક્ટરે કહ્યું, “મારો અવાજ જ આવો જ છે.” વાદ વધતાં આશિકે વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી, જેમાં ડોક્ટરની પીળા કપડામાં ઊંચા અવાજે દલીલ અને આંગળી ચલાવવાની કાર્યવાહી સ્પષ્ટ દેખાય છે.
આ ઘટના બાદ હોસ્પિટલમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. લોકો મહિલા ડોક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો
Gandhinagar: ધારાસભ્યો માટે આલિશાન ફ્લેટ, સ્વિમિંગ પૂલ, જીમ, પણ જનતાની મૂળભૂત સુવિધાઓનું શું?









