
Unseasonal rain: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ઘણા જીલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે આજે રાજકોટ, બોટાદ, ભાવનગરમાં કરા સાથે વરસાદ પડ્યો છે. જેથી તલ, બાજરી, ઉનાળું ડાંગરને નુકસાન થવાની ભીતી છે.
ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.
અમદાવાદના વાતાવરણમાં પણ મોટો ફેરફાર થયો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરમાં પડવાની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ભારે પવનને કારણે શહેરીજનોએ ગરમીથી રાહત મળેવી છે. લોકોએ ગરમીથી હાશકારો મેળવ્યો છે.
બીજી બાજુ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વાવાઝોડાના કારણે કેરીને નુકસાન થયું છે. આંબા પરથી કેરીઓ ખરી પડી છે. સાથે સાથે ખેતરમાં વાવેલા પાકને પણ વરસાદ અને વાવાઝોડાના કારણે નુકસાન થયું છે.
બીજી તરફ ખેડા-આણંદ જીલ્લામાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહિસાગરમાં વીજળીના કડકા ભડાક સાથે પડેલા વરસાદમાં બે પશુઓના મોત થઈ ગયા હતા. જ્યારે અમદાવાદના વિરમગામ તાલુકાના ભોજીયાપુરા ગામની સીમમા વીજળી પડતા ખેડૂતનું મોત થયું હતુ. વરસાદ ચાલુ થતાં ખેડૂત ખેતરમાં પાક પર તાડપત્રી ઢાંકવા ગયા તે વખતે વીજળી પડતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતુ.
આ પણ વાંચોઃ
Rajkot: બળાત્કારના આક્ષેપ થયા બાદ અમિત ખૂંટે ખાધો ગળેફાંસો, ‘હનીટ્રેપમાં ફસાવ્યો’
Kedarnath: મહાકુંભ જેવી સ્થિતિ કેદારનાથમાં!, એક મહિલાએ ના આવવા કહ્યું? મહિલાઓની તબિયત લથડી
CM ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ પિડિત મહિલાઓ સાથે ઉદ્ધતાઈ કરતાં વિરોધ!
ભારત-પાકિસ્તાન યુધ્ધ થાય તો કયા રાજ્યને વધુ અસર?, લોકોની શું હાલત થાય? | war
E-Commerce: એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી સામે વેપારીનું આંદોલન?, ‘ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી ઓછા નથી’
