
AI Minister Dialla: દુનિયાભરમાં ભારે ચર્ચામાં આવેલા અલ્બાનિયાના AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપવાના છે તેવું ત્યાંના વડાપ્રધાને જાહેર કરતા એક રોબર્ટ ગર્ભવતી બને તેવું કોઈ દિવસ શક્ય ન હોય તેમ કહી કેટલાકે મજાક ઉડાવી કેટલાકે તો અભદ્ર ભાષાનો ઉપયોગ કરી સોશ્યલ મીડિયા ઉપર ગાળો પણ આપી પણ અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ જે રીતે આ વાત કહેવા માંગતા હતા તેનો અર્થ જુદો છે જે આપને જણાવીશું કે ત્યાં હવે રોબર્ટ મંત્રીનું ચલણ વઘ્યું છે જે મંત્રીના સહાયક તરીકે કામ કરે છે અને તેની સફળતા જોઈ આવા બીજા 83 રોબર્ટ બનાવીને દરેક મંત્રીને સહાયક તરીકે આપવા જઈ રહયા છે મતલબ કે AI મંત્રી ડિએલા જેવા બીજા 83 રોબર્ટ બનશે જે રોબર્ટને ડીએલના સંતાન ગણાવ્યા છે.
જર્મનીના બર્લિનમાં યોજાયેલા ગ્લોબલ ડાયલોગ સંમેલનમાં અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ચોંકાવનારી જાહેરાત કરી હતી કે અલ્બાનિયાની પ્રથમ એઆઈ મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે અને તે 83 બાળકોને જન્મ આપશે એવું નિવેદન આપીને એડી રામાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી દીધી છે.મહત્વનું છે કે અલ્બાનિયામાં ભ્રષ્ટાચાર નાબુદ કરવાના હેતુથી વડાપ્રધાને સપ્ટેમ્બરમાં એઆઈ એજન્ટને મંત્રી બનાવવાની જાહેરાત કરી હતી અને હાલમાં ડિએલા દુનિયામાં પ્રથમ એઆઈ એજન્ટ છે, જેને મંત્રીપદ મળ્યું છે. અલ્બાનિયાના વડાપ્રધાન એડી રામાએ ડિએલાને એઆઈ વિભાગના મંત્રી બનાવીને દેશમાં ભ્રષ્ટાચાર નાબુદીનું કામ તેને સોંપ્યું હતું. ડિએલાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તે અલ્બાનિયાની મહિલાઓ પહેરે છે તેવા પરંપરાગત પોશાકમાં દેખાય છે. વહીવટમાં કોઈ ગરબડ હોય તો એના પર નજર રાખવાનું ડિએલાનું કામ છે. ડિએલા દુનિયાની પ્રથમ એઆઈ મિનિસ્ટર છે અને સફળ છે જે વાત નોંધનીય છે.
હવે બર્લિનમાં યોજાયેલા કાર્યક્રમમાં અલ્બાનિયાના વડાપ્રધાને કહ્યું તે મુજબ એઆઈ મિનિસ્ટર ડિએલા ગર્ભવતી છે પણ ખરેખર આવું ટેકનિકલ શક્ય નથી, પરંતુ વડાપ્રધાને થોડાં ફિક્શનલ અંદાજમાં આ વાત કરી હતી. તેમનો કહેવાનો અર્થ એવો હતો કે અલ્બાનિયામાં ડિએલાની ડિઝાઈન પ્રમાણે જ 83 એઆઈ નવા એજન્ટ બનાવવામાં આવશે જે ૨૦૨૬ સુધીમાં આ તમામ એઆઈ એજન્ટ સત્તાધારી પાર્ટીના બધા જ 83 સાંસદોના સહાયક બનશે. સાંસદો હાજર નહીં એ સત્રનું કામ પણ આ એજન્ટ સંભાળી લેશે અને તેના આધારે સાંસદોને સલાહ-સૂચન આપશે.સંસદમાં થતી ચર્ચા-વિચારણાનો આ એઆઈ એજન્ટ્સ રેકોર્ડ રાખશે.લોકોના પ્રશ્નો અંગે સાંસદોનું ધ્યાન દોરશે. એક રીતે સત્તાધારી પાર્ટીના સાંસદોને ૨૦૨૬ સુધીમાં એઆઈ આસિસ્ટન્ટ મળી જશે.એ એઆઈ એજન્ટ્સમાં ડિએલાની ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવશે. તે અર્થમાં ડિએલા 83બાળકોની માતા બનશે એવું વડાપ્રધાન એડી રામાએ કહ્યું. તેમનું આ નિવેદન દુનિયાભરમાં વાયરલ થયું હતું અને ચર્ચાસ્પદ બન્યું હતું પણ વાત ફિજીકલી નહિ પણ ટેક્નિકલી છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા










