મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

Indian Student Visa Cancellation: અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) ના તાજેતરના અહેવાલમાં અમેરિકન વિઝા સિસ્ટમની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા 327 અમેરિકન વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા. તેમાંથી 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓ હતા. આ પછી ચીન બીજા ક્રમે છે. 14% ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ OPT પર કામ કરતા હતા

જાણકારી અનુસાર જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા, તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) પર હતા, એટલે કે તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી યુએસમાં ટ્રેનિંગના ભાગરુપે કામ કરી રહ્યા હતા. જે વિદ્યાર્થીઓના વિઝા રદ કરાયા છે, તેમના પર કોઈ મોટા અપરાધ કર્યા ન હતા. તેમ છતાં તેમના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. માત્ર બે વિદ્યાર્થી પર જ રાજકારણમાં જોડવાના આરોપ છે. અમેરિકન પોલીસ દ્વારા થોડી પૂછપરછ કર્યા બાદ વિદ્યાર્થીઓના વિઝા રદ થયા છે.

ટ્રમ્પના વહીવટી તંત્રએ શું કહ્યું?

ટ્રમ્પ વહીવટીતંત્રે દલીલ કરી હતી કે વિઝા રદ કરવા માટે “કાયદેસર કારણો” હતા, જેમ કે રાજકીય વિરોધમાં ભાગ લેવો. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તપાસ કરાયેલા કેસોમાં, ફક્ત બે વિદ્યાર્થીઓને આવી કોઈ રાજકીય જોડાણ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ રેકોર્ડ હોવા છતાં કોઈ આરોપ નથી

AILA રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 86% વિદ્યાર્થીઓ પર કોઈને કોઈ આરોપ હતા. જો કે 33 ટકા વિદ્યાર્થીઓને પછી તેમાંથી નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાંક પર માત્ર ટ્રાફિક ઉલ્લઘનના નાના  કેસ હતા.

OPT વિઝા શું છે?

OPT (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ) વિઝા એ યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (F-1 વિઝા ધારકો) માટે એક ખાસ વ્યવસ્થા છે. જે તેમને તેમના અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમના શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંબંધિત કામનો અનુભવ મેળવવા માટે અસ્થાયી રૂપે 12 મહિના સુધી કામ કરવાની મંજૂરી આપે છે. OPT નો હેતુ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક જ્ઞાનને વ્યવહારમાં લાગુ કરવાની તક આપવાનો છે.

અમેરિકા તરફથી ભારતને ઝટકા

અમેરિકા તરફથી એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. ટ્રમ્પનું તંત્ર સતત ભારત સામે કડકાઈ અપનાવી રહ્યું છે. તેમ છતાં ભારતનું તંત્ર ચૂપ બેઠું છે. બીજી તરફ ભારતમાં જ તેના વહીવટ પર સવાલ ઉભા થયા છે. સુપ્રિમ કોર્ટની કાર્યવાહીથી ખુદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નારાજ છે. ત્યારે મુદ્દે વધુ ચર્ચા જુઓ વીડિયોમાં.

 

આ પણ વાંચોઃ

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા

Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

 

 

Related Posts

Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?
  • April 28, 2025

Alpesh Kathiria, Ganesh Jadeja Controversy in Gondal: ગોંડલમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા વચ્ચેનો વિવાદ તાજેતરમાં તીવ્ર બન્યો છે, જેનું મૂળ રાજકીય પ્રભુત્વ, જાતિગત સમીકરણો અને વ્યક્તિગત દુશ્મનીમાં…

Continue reading
ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty
  • April 27, 2025

 Indus Water Treaty-Shimla Agreement: પાકિસ્તાનના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા બાદ દુનિયાભરમાં આતંકવાદની ચર્ચા થઈ રહી છે. પહેલગામમાં થયેલા હુમલામા 26 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ઘણા રિપોર્ટ્સ એવા…

Continue reading

One thought on “મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના