America Plane Fire: અમેરિકામાં અમદાવાદવાળી થતાં રહી ગઈ, ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ

  • World
  • July 20, 2025
  • 0 Comments

America Plane Fire: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL-446 ના એન્જિનમાં ટેક ઓફ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી. જેના કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો. RT ન્યૂઝ મુજબ આ ફ્લાઇટ અમેરિકાના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) થી એટલાન્ટા માટે રવાના થઈ હતી. પરંતુ ટેક ઓફ કર્યાની થોડી મિનિટો પછી જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી જતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. આ વિમાન બોઇંગ 767-400 હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર N836MH છે.

આગની જ્વાળાઓથી મુસાફરો જીવ તાળવે ચોટ્યા

પ્લેને ઉડાન ભરતાં જ ધરતી પરના લોકોએ એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ અને તેને કેમેરામાં રેકોર્ડ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એન્જિનમાંથી જોરદાર તણખા અને જ્વાળાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આગ લાગતા જ વિમાનને લોસ એન્જલસ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતુ. આ ઘટના શુક્રવારે બની હોવાનું કહેવાય છે.

પાયલોટની સતર્કતાથી જીવ બચ્યા

આગની માહિતી મળતાં જ પાઇલટે તાત્કાલિક ‘મેડે’ કોલ જાહેર કર્યો અને એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. વિમાનને સુરક્ષિત રીતે ફેરવવામાં આવ્યું અને પરત ફરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ફ્લાઇટની દિશા નિયંત્રિત રીતે બદલવામાં આવી. જેથી ઈમરજન્સી લેન્ડિગ માટે જરૂરી તૈયારીઓ કરી શકાય. આ પછી વિમાન કાળજીપૂર્વક રનવે પર ઉતર્યું, ત્યારબાદ કટોકટી અગ્નિશામક અને બચાવ ટીમે તાત્કાલિક એન્જિનમાં લાગેલી આગને બુઝાવી. પાઇલટની સતર્કતાને કારણે વિમાનમાં સવાર તમામ 226 મુસાફરો અને 9 ક્રૂ સભ્યોના જીવ બચી ગયા. કોઈને ઈજા થઈ નથી.

ઘટનાની તપાસ શરૂ

વિમાનના એન્જિનમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તે જાણવા માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ડેલ્ટા એરલાઇન્સ માટે આ વર્ષે આ બીજી ઘટના છે જેમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. રિપોર્ટ અનુસાર, વિમાન લગભગ 25 વર્ષ જૂનું છે અને તેમાં બે GE CF6 એન્જિન લગાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશનમાં 260 લોકોનો જીવ ગયો

દુનિયામાં પ્લેન દુર્ઘટના વારંવાર બની રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171ની વિમાન દુર્ઘટના ભારતની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાંની એક ગણાય છે. બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી લંડન જતું હતું, જે ટેકઓફની થોડી સેકન્ડોમાં મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં 241 મુસાફરો અને 19 અન્ય (જમીન પરના લોકો)નો સમાવેશ થાય છે. ફક્ત એક વ્યક્તિ, વિશ્વાસ કુમાર રમેશ નામની વ્યક્તિ જ બચી હતી.

આ પણ વાંચો:

Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?

Bagodara suicide: બગોદરામાં શોકનું મોજું, પરિવારના તમામ 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો, શું છે કારણ?

Sabar Dairy: સાબર ડેરીનુંં તંત્ર ઝૂક્યું, 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવા તૈયાર, છતાં પશુપાલકો અસંતુષ્ટ

Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?

Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો,  2 ની ધરપકડ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Related Posts

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત
  • December 14, 2025

Bondi Beach shooting: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર હનુક્કાહની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર બે ઈસમોએ આડેધડ ફાયરિંગ કરતા 10 લોકોના મોત થઈ ગયા હતા.પોલીસે એન્કાઉન્ટરના ડ્રોન ફૂટેજ પણ જાહેર કર્યા…

Continue reading
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી
  • December 13, 2025

Messi Event: કોલકાતામાં લોકપ્રિય ફૂટબોલર મેસ્સીની એક ઝલક મેળવવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ઉમટેલા ચાહકો વચ્ચે મેસ્સી જલ્દી સ્ટેડિયમ છોડી જતા રહેતા રોષે ભરાયેલા ચાહકોએ તોડફોડ કરી હતી અને ભારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 9 views
MNREGA: મોદી સરકાર નામ બદલીને શુ સાબિત કરવા માંગે છે? મનરેગાનું નામ બદલવાથી  શુ ફેર પડશે? જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 15 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 19 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે! પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 20 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 33 views

  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી