
અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે બે દિવસથી ‘નારી સ્વાભિમાન આંદોલન’ના અંતગર્ત ધરણાં પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે અડધા દિવસ માટે અમરેલી બંધની અપીલ કરી હતી. ત્યારે આજે આખું અમરેલી શહેર બંધ રહ્યું છે. આ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આગામી 22મી તારીખ સુધી અમરેલીમાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે.
ચાંપતો પોલીસ બંદોબસ્ત
સતત 48 કલાકથી દિકરી પાયલને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે આંદોલન પૂર્ણ કર્યું હતું. ત્યારે આજે પરેશ ધાનાણીએ અમરેલીના લોકોને દુકાનો સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં કરી હતી. અમરેલી શહેરમાં સવારથી જ બંધને પ્રતિસાદ મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં દુકાનો બંધ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. એ મામલે હવે રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચોઃ આજે અમદવાદમાં આંતરરાષ્ટ્રિય કાઈટ ફેસ્ટિવલ, CMના હસ્તે ઉદ્ઘાટન