
Amreli:અમરેલીની સિવિલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકનો કહેર જોવા મળી રહ્યો છે. અવાર નવાર બેફામ કાર ચાલકો રાહદારીઓને અડફેટે લેતા હોય છે. ત્યારે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકનો કહેર જોવા મળ્યો હતો જેમાં ગત રાત્રે હોસ્પિટલમાં કાર ચાલકે ચાલીને જતા 3 યુવકોને ઊછાળ્યા હતા.
બેફામ કાર ચાલકે 3 યુવકોને ઊછાળ્યા
મળતી માહિતી મુજબ અમરેલીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં ચાલીને જતા ત્રણ યુવકોને પૂરપાટ ઝડપે આવી રહેલી અજાણી કારે ઉછાળ્યા હતા જે બાદ કાર રિવર્સમાં લઈને નીચે પટકાયેલા યુવક પર ફરી કાર ચડાવી હતી. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક અમરેલી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.
Amreli : બેફામ કાર ચાલકે 3 યુવકોને ઊછાળ્યા, જુઓ કાળજું કંપાવનારા CCTV#Amreli #HitAndRun #CivilHospital #RoadAccident #amrelipolice #cctv #hitandrunaccident #viralvideo #thegujaratreport pic.twitter.com/P64Dyk6eSd
— The Gujarat Report (@TGujarat_Report) July 1, 2025
ઘટનાના સીસીટીવી ફૂટેજન આવ્યા સામે
આ ઘટનાની જાણ થતાં સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવ હતી અને આ મામલે તપાસ શરુ કરી છે. આ ઘટનામાં કાર ચાલકે હોસ્પિટલના મેડિકલ વાહનને પણ ટક્કર મારતાં મેડિકલ વાનને પણ નુકસાન થયું છે. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે અમરેલી સીટી પોલીસે GJ 12 DA 2565 આઇ 20 કાર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.