
ગુજરાતમાં ચકચાર મચાનાર નકલી લેટરકાંડ મુદ્દે રોજે રોજ રાજકારણ ગરમાતું જાય છે. પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગઈકાલથી અમરેલીમાં નારી સ્વાભિમાન અભિયાન હેઠળ ઉપવાસ પર ઉતર્યા છે. જે આજે પણ યથાવત રાખ્યા છે. આખી રાત ઠંડીમાં રાજકલ ચોક ખાતે વિતાવી છે. આજે સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરાયું છે.
પરેશ ધાનાણીએ કહ્યું મોંમાં અન્ન મૂકે આજે 24 કલાક પૂર્ણ થયા છે. અમરેલીની પોલીસે જે કર્યું તેની સજા મળવી જોઈએ. તેમણે મહિલાઓને સન્માન મળે તે માટે સમગ્ર ગુજરાતમાં નારી સ્વાભિમાન અભિયાન ચલાવવાની હાકલ કરી છે.
તાપણુ કરી રાત વીતાવી
દીકરીના ન્યા માટે ધાનાણી સહિત કાર્યકરોએ તાપણું સળગાવીને રાત વીતાવી છે. ઠંડીથી બચવા રાજકમલ ચોકના ઉપવાસ સ્થળે જ તાપણું સળગાવ્યું હતુ.અને સંકલ્પ લીધો છે કે દીકરીને ન્યાય આપવીને જ જંપશે. ગઈકાલ સવાર 10 વાગ્યાથી ઉપવાસ આંદોલન ચાલું છે.
હર્ષ સંઘવી પર સાધ્યુ નિશાન
પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અમરેલી એસપી સામે આકરા પ્રહારો કર્યા છે. ધાનાણીએ ત્રણેયના મોબાઈલની કોલ ડીટેલ અંગે તપાસ કરવા માંગ કરી છે. સાથે જ નારકો ટેસ્ટ કરાવવની માગ કરી છે. વધુમાં કહ્યું હજુ 24 કલાક વધુ ઉપવાસ ચાલુ રાખવામાં આવશે.
જુઓ વિડિયોમાં શું કહ્યું?
આ સમાચાર પણ વાંચોઃ L&Tના ચેરમેન સુબ્રમણ્યમને એવું શું કહી દીધુ કે થયા ટ્રોલ!