
Amreli private plane crash: ગુજરાતમાં આ વર્ષે ઘણી પ્લેન ક્રેશ થવાની ઘટનાઓ ઘટી છે. ત્યારે હવે આવી જ એક ઘટના અમરેલીમાં બની છે. અમરેલીના ગીરિયા રોડ પર ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ દુર્ઘટનામાં પાયલટનું મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અમરેલીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, પાયલટનું મોત#Amreli #planecrash #viralvideo #thegujaratreport pic.twitter.com/div1CSCfKB
— The Gujarat Report (@TGujarat_Report) April 22, 2025
જાણકારી મળી રહી છે કે આ પ્લેન ટ્રેનિંગ માટે ઉડાન ભરતું હતુ. પ્લેનમાં માત્ર એક પાયલટ સવાર હતો. જેનું મોત થઈ ગયું છે. વિમાન ક્રેશ થયા બાદ પ્લેનમાં ભડભડ આગ ભભૂકી ઉઠી હતી. વિમાની ક્રેશ થવાની ઘટનાની જાણ થતાં જ લોકો એકઠાં થઈ ગયા હતા. કારણ કે આ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. જો કોઈ વ્યક્તિ કે લોકોના ટોળા પર પડ્યું હોત તો મોટું નુકસાન થયું હોત. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનું તંત્ર પણ દોડી આવ્યું હતુ અને આગ બૂઝાવી હતી. બીજી તરફ આ મામલામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક પાયલટનું નામ અનિકેત મહાજન છે. જાણવા મળી રહ્યું છે કે પ્લેન દ્વારા નવા પાયલટને ટ્રેનિંગ આપવામાં આવતી હતી.
અમરેલીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં એકનું મોત#Amreli #planecrash #viralvideo #thegujaratreport pic.twitter.com/RflyGJjsFv
— The Gujarat Report (@TGujarat_Report) April 22, 2025
આ પણ વાંચોઃ
વાહનોમાંથી વાંસળીના સૂર, ઢોલના ધબકાર સંભળાશે, નીતીન ગડકરીએ શું કહ્યું
Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!
DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?
Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?
Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?
અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ