
- ઘરના છોકરા ઘંટી ચાટે અને સંસ્થાને આટા જેવી સ્થિતિ
- ગ્રામજનો રહેવા માટે જમીન ફળવાતી નથી અને સંસ્થાને 237 વિઘા
- ગુરુકુળની શું છે યોજના?, કોની ભલાણણ છે?
Anand Land Issue: આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે આવેલી 237 વિઘા જમીન ગ્રામજનોની જાણ બહાર વેંચાઈ જતાં વિવાદ થયો છે. ગ્રામજનો રોષે ભરાયા છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામના જ વ્યક્તિ માટે ઘરથાળની જમીન ફાળવવામાં આવતી નથી અને આટલી બધી જમીન સ્વામિનારાયણના ગુરુકુળ માટે કેવી રીતે આપી દેવાય? તે પણ કરોડોની જમીન ઓછી કિંમત આપી દેતાં ગ્રામજનોએ પંચાયતને તાળાબંધી કરી છે. સાથે જ આણંદ કલેક્ટરને આવેદન આપ્યું છે.
જમીન ફાળવણીનો ઓર્ડર રદ કરોઃ અમિત ચાવડા
મળતી જાણકારી અનુસાર આંકલાવના કહાનવાડી ગામે રૂ. 113.76 કરોડ જેટલી મોટી રકમની 237 વીઘા જમીન માત્ર 37.48 કરોડમાં જ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને શિક્ષણના હેતુનું બહાનું ધરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. સરકારને GIDC બનાવવા જમીન મળતી નથી અને સંસ્થા માટે પાણીના ભાવે જમીન આપી દેવામાં આવે છે. આની રજૂઆત અમે વિધાનસભામાં કરીશું. અહીં ખોટી રીતે સંસ્થાને જમીન આપવામાં આવી છે. ધાર્મિક સંસ્થાને શૈક્ષણિક હેતુ માટેની જમીન ફાળવણીનો ઓર્ડર રદ કરવા આવે. જો કે અમિત ચાવડાએ સંસ્થાનું નામ લીધું ન હતુ.
ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન મહિસાગર નદીના કાંઠે આવેલી છે. જેથી આ જમીન બહુ કિમતી છે. અહીં પહેલા પણ આ રીતે જમીન ફાળવી દેવાનું પ્રકરણ બન્યું હતુ. તે સમયે પણ ઉગ્ર વિરોધ કરી જમીન પાછી છોડાવી હતી. ત્યારે હવે ફરી એકવાર રાજકોટના સ્વામિનારાયણ ગરુકુળએ આ જમીન પર તરાપ મારતાં ગ્રામજનોમાં ઉહાપોહ મચી ગયો છે. ગ્રામજનોને ગુરુકુળના લોકો વેરો ભરવા આવતાં ખબર પડી હતી કે જમીન વેચાઈ ગઈ છે. જે બાદ ઉગ્ર વિરોધ કર્યો છે.
કહાનવાડીમાં સ્વામિનારાયણના ભક્તો ઓછા હોવાથી ગુરુકુળ બનાવે ઈચ્છે છે?
કેટલાક લોકોનું કહેવું છે કહાનવાડી ગામે સ્વામિનારાયણ સંપ્રદાય પાળતાં જૂજ લોકો છે. નહીવત કહીએ તો પણ ચાલે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાએ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોના સિંચનનું બહાનું આગળ કરી સાંસદ મિતેશ પટેલને રજૂઆત કરી હતી. ત્યાર બાદ સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભલામણ લીધી હોવાનું બહાર આવ્યું છે. જો કે સંસ્થા અહીં પોતાના વ્યાપ વધારાવા માગતી હોય તેવી લોકચર્ચા થઈ રહી છે.
ગુરુકુળ ગામમાં શૈક્ષણિક કાર્ય કરવા ઈચ્છે તો સરકાર શું કરે છે?
રાજકોટ સ્વામિનારયણ સંસ્થા દ્વારા કહાનવાડી ગામે એક શિક્ષણ સંકુલ ઉભુ કરવું છે. જેમાં શાળા, કોલેજ હોય. તેમાં આજુબાજુ વિસ્તારનો બાળકો ભણી શકે છે. તો સવાલ એ થાય છે કે સરકાર શું કરે છે. લોકો સારા શિક્ષણ માટે મત આપે છે. ત્યારે બીજી સંસ્થા આવી આ કાર્ય કરશે તો સરકારને તો ફાયદો જ છે. તેને અહીં શૈક્ષિક કામ નહીં કરવું પડે.
આ પણ વાંચોઃ Pune Rape Case: બસમાં મહિલા પર બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો
આ પણ વાંચોઃ DWARKA: શિવલિંગ ચોરો ઝડપાયા, યુવતીને સ્વપ્ન આવતાં 7 શખ્સો શિવલિંગને હિંમતનગર ઉઠાવી ગયા!