
Anand: આણંદ જીલ્લાની બોરીયાવીની એક મહિલા રહસ્યમય સંજોગોમાં મોત થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક મહિલા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્ની છે. તે પોતાની સાસરી બોરીયાવીમાં રહેતી હતી. ત્યારે તેનું એકાએક શંકાસ્પદ સંજોગોમાં મોત થઈ જતાં વડતાલ પોલીસ પણ દોડતી થઈ છે. વડતાલ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. મહિલાના મોત બાદ પરિવારમાં આઘાતમાં છે.
આણંદ જિલ્લાના બોરીયાવી ગામે સાસરીમાં રહેતી 26 વર્ષિય રિદ્ધિ રૂષિન પટેલનો મૃતદેહ ગઈકાલે મોડી સાંજે કણજરી બેચરપુરા સીમની કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો. તરવૈયાઓએ મહિલાની લાશને બહાર કાઢી હતી. હદ વિસ્તાર ધરાવતી વડતાલ પોલીસને જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે તે સોશિયલ મિડિયામાં ખૂબ એક્ટિવ હતી.
મૃતકના પિતા હિરેન નંદલાલ સુથારની ફરિયાદના આધારે વડતાલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ આપઘાત છે કે અન્ય કોઈ કારણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મહિલાના મોત મામલે હજુ સુધી કોઈ કારણ સચોટ કારણ બહાર આવ્યું નથી.
રિદ્ધિએ લવ મેરેજ કર્યા હતા, બાળકે માતા ગુમાવી
મૃતક રિદ્ધિના લગ્ન 4 વર્ષ પહેલા બોરીયાવી ગામના રૂષિન પટેલ સાથે થયા હતા. તેને દોઢ વર્ષનું બાળક પણ છે. રિદ્ધિના પતિ રૂષિન પટેલ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન છે. રિદ્ધિ અને રૂષિનના લવ મેરેજ થયા હતા. જે બાદ તે બોરીયાવી ગામે સાસરીમાં રહેતી હતી. હાલ તો વડતાલ પોલીસે મહિલાના મોત મામલે સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વલસાડમાં લૂંટને અંજામ આપી કાશીમાં બની બેઠો સંત, આ ભગવાધારીની 21 વર્ષે ધરપકડ | Valsad Crime
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ
આ પણ વાંચોઃ Anand: સરદારના નામે લાભ લેતાં એકેય ધારાસભ્ય કરમસદ અંગે કેમ ન બોલ્યા?
આ પણ વાંચોઃ Gujarat: મુખ્યમંત્રી કહે છે પહેલા અરજદારનું કામ કરો! તો નડિયાદમાં મહિલાને 25 ધક્કા કેમ ખડાવ્યા?