
આણંદ જીલ્લાના ભાલેજ ગામેથી ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસરના કતલખાનાનો LCB પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 10 ગૌવંશને બચાવી લઈ સ્થળ પરથી 4 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે. જ્યારે હજુ 5 શખ્સો ફરાર છે. તેમને પણ ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શખ્સો પાસેથી મળેલા પશુઓને પેટલાદ પાંજરાપોળમાં લઈ જવાયા છે.
આ પણ વાંચોઃ AMERICA: ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, મોદીને આમંત્રણ કેમ નહીં?
મળતી માહિતી અનુસાર ગત રોજ ખે આણંદ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ. આર. બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે ભાલેજમાં ગૌવંશને લાવીને તેની કતલ કરવામાં આવી રહ્યા છે. જેને પગલે વિસ્તારમાં છેલ્લાં ત્રણેક દિવસથી પોલીસ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જે બાદ બાતમી સાચી નીકળતાં રવિવારે LCB ટીમે રેડ પડતાં જ 5 જેટલાં શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે 4 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી નાના-મોટા મળી કુલ 10 ગૌવંશ અને 885 કિલો જેટલું માંસ જપ્ત કર્યું હતુ.
પોલીસે આ જગ્યા પરથી વનજકાંટો, ગૌમાંસ, ડિસમીસ, નાની-મોટી છરી, સોયા, લોખંડના સળીયા, વજનીયાં, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 4.86 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાલેજ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી તમામ આરોપીઓ વિરુધ્ધ સઘન કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા 4 આરોપીઓના નામ
કાદર ઉર્ફે કાદર હાજી મહંમદ કુરેશી,
જીલાની રબ્બાની કુરેશી,
મુસ્તુફા રસુલ કુરેશી,
સકીલ સિકંદર કુરેશી (તમામ રહે. ભાલેજ).
ફારર 5 આરોપીઓના નામ
ઈસાક સિદૃીક કુરેશી,
મુસ્તકીમ ઉર્ફે બાટલી મહેબુબ કુરેશી,
મહેબુબ અબ્દુલ કુરેશી,
રસુલ કમાલ શેખ
હસન ઉર્ફે ભાઈ ઉર્ફે કઠલાલી મુસ્તુફા કુરેશી (તમામ રહે. ભાલેજ).