
આણંદના એક ગામની સીમમાં એકલી રહેતી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખતાં ચકચાર મચઈ ગઈ છે. ઘરમાંથી 50 હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને આરોપીઓ ભાગી ગયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ, હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
70 વર્ષીય વૃધ્ધા પર બળાત્કાર
આણંદ તાલુકાના એક ગામમાં એકવાયું જીવન ગાણતી 70 વર્ષીય મહિલાનું ગત 31 ડિસેમ્બરની રાત્રે પોતાના ઘરમાં જ કોઈ કારણોસર મોત થયું હતું. મૃતક વૃધ્ધાના જમાઈએ ઘટનની જાણ વિદ્યાનગર પોલીસને કરી હતી. ત્યાર બાદ વૃદ્ધાના મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપ્યો હતો. જેના પી.એમ રિપોર્ટમાં આ વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતુ. ઉપરાંત આ વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાનાં નિશાન હતા અને વૃદ્ધાએ પહેરેલી સોનાની બુટ્ટી કિંમત રૂ. 50,000 તેમજ એક મોબાઇલ મળીને કુલ રૂપિયા 51,500 નો મુદ્દામાલ લૂંટાઈ ગયો હતો. જેથી કોઈ અજાણ્યા ઇસમોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી હોવાનું જાણવા મળ્યું હતુ.
જેથી વિદ્યાનગર પોલીસે મૃતકના જમાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસના ચક્રગતિમાન કર્યા હતા. પોલીસે હ્યુમન-ટેક્નિકલ ઈન્ટેલિજન્સ આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બે શંકાસ્પદોનાં નામ બહાર આવ્યાં હતાં.
બે શખ્સોને પોલીસે દબોચ્યા
આણંદ LCB પોલીસે આ બંને શંકાસ્પદોમાંથી ઈમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડ (રહે. કસુંબાડ, તા.બોરસદ, જી.આણંદ)ની વિરસદ ગામેથી ધરપકડ કરી હતી. આ ઈમ્તિયાઝે પાસેથી લૂંટેલો મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે આ ઈમ્તિયાઝની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યુ હતુ કે મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ ચૌહાણ (રહે. આશાપુરી માતાજીવાળુ ફળિયું, કસુંબાડ, તા.બોરસદ) સાથે મળીને આ ગુનો આચર્યો હતો. જેથી ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ચિરાગ ચૌહાણને પણ અંધારિયા-મોગરી રોડ ઉપરથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
NADIAD: નાની બાળકી પર ટ્રકમાંથી ઉછળીને સ્પેર વ્હિલ પડતાં મોત