
Ancient cave:આપણો ભારત દેશ પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ ધરાવે છે ત્યારે મહાભારત અને રામાયણ કાળના અવશેષો તે વાતનું પ્રમાણ છે, ગુજરાતમાં ઘણી જગ્યાએ પાંડવો વખતના અવશેષો મળ્યા છે ત્યારે કચ્છમાં પણ પાંડવો છુપા વનવાસ દરમિયાન રહ્યા હોવાની વાતો વચ્ચે કચ્છમાંથી મધ્યયુગીન કાળની પ્રાચીન ગુફા મળી આવતા પુરાતત્વ વિભાગ માટે આ ગુફા સંશોધનનો વિષય બની રહેશે,જે મધ્યયુગીન શૈવ અને શાક્ત સંસ્કૃતિ સભ્યતા ધરાવે છે.
ગુજરાતના કચ્છ જિલ્લાના વાગડના ધોરેશ્વર જાગીર ગામ પાસે નદીના કોતરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદથી વોકળું પડી જતા ગુફાનું દ્વાર ખુલ્લું થતાં ત્યાં ગ્રામજનોએ ખોદકામ કરતા એક પ્રાચીન ગુફા મળી આવી છે જેમાં પથ્થર પર કોતરેલું ત્રિશૂળનું નિશાન અને સિંહના ચિત્ર સાથે જોડાયેલી મૂર્તિઓ મળી છે આ ગુફા મધ્યયુગીન શૈવ અને શાક્ત સંસ્કૃતિ ધરાવે છે જેથી આ ગુફા આશરે 2000 વર્ષ કરતા પણ જૂની હોવાનું માનવામાં આવે છે.
ધોરેશ્વર જાગીર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જોયું કે નદીના કાંઠે તાજેતરમાં વરસાદને કારણે કોતર ડોંગું પડતા એક પ્રાચીન ગુફાનું મુખ્ય દ્વાર ખુલ્લું થઈ ગયાનું જણાતા ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા અહીં તપાસ કરતા ગુફાની લંબાઈ આશરે 20-25 ફૂટ અને પહોળાઈ 10-12 ફૂટ જણાઈ હતી, ગુફામાં પ્રવેશ કરતાં પથ્થરની દીવાલો જોવા મળી અને આ પ્રાચીન દીવાલો પર ત્રિશૂળનું કોતરેલું દેખાયું હતું ત્રિશૂળનું આ નિશાન આશરે 3 ફૂટ લાંબું અને 1.5 ફૂટ પહોળું છે, જે પ્રાચીન કોતરણીની કળા દર્શાવે છે.
ગુફાની અંદર સિંહના ચિત્ર સાથે જોડાયેલી નાની મૂર્તિઓ પણ મળી આવી, જે શિવ અને દુર્ગા સાથે સંબંધિત માનવામાં આવે છે.
આ વિસ્તારમાં પ્રાચીન કાળથી ગુફા વિશે લોકવાયકાઓ પ્રચલિત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું અને ગામલોકોના કહેવા મુજબ તેમના વડીલો પણ કહેતા કે અહીં પાંડવો આવ્યા હતા તેમ આગળની પેઢીઓથી લીક વાયકા હતી અને છેવાડે ગુફામાં રહેતા હતા પણ કોઈને ખબર ન હતી કે કઈ જગ્યાએ ગુફા હતી કારણ કે કાળ ક્રમે ગુફાઓ દબાઈ ગઈ હતી.અહીં જુના જમાનાના વડીલો બાળકોને કહેતા કે મહાભારતના પાંડવો અજસ્ત્ર વનવાસ દરમિયાન કચ્છના આ વિસ્તારમાં આવ્યા હતા અને આ ગુફામાં રહેતા હતા.જોકે, ગામમાં જે જૂની લોકવાયકા છે તે મુજબ જોઈએ તો અહીં
જુના જમાનાની પ્રાચીન ગુફા મળી આવી છે અને તેમાં ત્રિશૂળનું નિશાન ભગવાન શિવ જ્યારે સિંહનું ચિત્ર દુર્ગા માતાનું પ્રતીક છે ત્યારે આ ખુબજ પ્રાચીન ગુફા હોય શકે.ત્રિશૂળ જોવાથી લાગે છે કે આ શિવનું તીર્થસ્થાન હતુ ત્યારે હવે પુરાતત્વ વિભાગ માટે આ એક સંશોધનનો વિષય છે પણ આ ગામમાં વર્ષો પહેલા પેઢીઓથી વાયકા હતી કે આ ગામના છેડે આવેલી એક ગુફામાં પાંડવો છુપા વેશે રહેતા હતા તે વાત આજે વર્ષો પછી સાચી પડી છે કે અહીં કોઈ જગ્યાએ ગુફા હતી.
અલબત્ત,કચ્છ જિલ્લા કલેક્ટરને ગુફા અંગે જાણ કરાતા તેઓએ ગુફાની મુલાકાત લઈ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને આગળ માહિતી આપવા ચક્રો ગતિમાન કર્યા છે.
હડપ્પન કાળથી લઈને મધ્યયુગ સુધીના અવશેષો માટે કચ્છ જાણીતું છે ત્યારે અહીં મળી આવેલી પ્રાચીન ગુફા મળી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં આવી રહયા છે.હવે
પુરાતત્ત્વ વિભાગની તપાસ બાદ વધુ વિગતો સામે આવશે અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






