Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

Andhra Pradesh: 8 મહિનાની ગર્ભવતી મહિલા, જે થોડા દિવસોમાં ખુશીયો લાવવાની હતી. જો કે ખુશીયો આવે તે પહેલા જ તેની હત્યા કરી નાખી છે. ગર્ભવતી પત્નીના પતિએ જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખતાં ખળાટ મચી ગયો છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી આ હૃદયદ્રાવક ઘટના બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત સોમવારે સવારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી ગુસ્સે ભરાયેલા પતિએ તેની આઠ મહિનાની ગર્ભવતી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે  27 વર્ષીય અનુષા અને જ્ઞાનેશ્વર વચ્ચે ઝઘડો થયો હતો, જે દરમિયાન પતિએ તેની પત્નીનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી. આ પછી તે તેની પત્નીને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ તે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.

ત્રણ વર્ષ પહેલા થયા હતા લવ મેરેજ

Andhra Pradesh

આ ઘટના વિશાખાપટ્ટનમના પીએમ પાલમ સ્થિત ઉડા કોલોનીમાં બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જ્ઞાનેશ્વર શહેરમાં સ્કાઉટ્સ અને સાગરનગર વ્યૂપોઇન્ટ પાસે ફાસ્ટ ફૂડ સેન્ટર ચલાવે છે. જ્ઞાનેશ્વરે ત્રણ વર્ષ પહેલા અનુષા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે પ્રેમલગ્ન કરનારા આ દંપતી વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદો હોવાનું કહેવાય છે.

 જ્ઞાનેશ્વર અને અનુષાની જે તસવીરો સામે આવી છે તેમાં બંને સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. ગર્ભવતી થયા પછી અનુષી ખૂબ જ ખુશ હતી. તેણીની ખુશી તેના બેબી બમ્પ દર્શાવતી તસવીરમાં સ્પષ્ટ દેખાય છે.

 

આ પણ વાંચોઃ

Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!

‘રાષ્ટ્રપતિને મજબૂર કરવા યોગ્ય નથી’, ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા! | Jagdeep Dhankhar

શું ગુજરાત DRUGSનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે?

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Vadodara: ભાજપના કાર્યકરોએ જ પ્રમુખને ધોઈ નાખ્યા, પૂતળાને બદલે પ્રમુખ માર ખાઈ ગયા

Related Posts

Bhuj College Girl Murder : ‘તે મને કેમ બ્લોક કરી દીધો…’ યુવકે કોલેજની યુવતીને રહેંશી નાખી
  • August 29, 2025

Bhuj College Girl Murder : ભુજ શહેરમાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. એક કોલેજની યુવતીની તેના પાડોશી યુવકે છરી વડે ગળું કાપી હત્યા કરી છે.…

Continue reading
chaitar vasava case: ગુજરાતની ‘એન્જિન ફેલ સરકાર’ ના ‘ ખેલ ‘કૌભાંડીઓને ‘બેલ’-આદિવાસી અવાજને ‘જેલ’: રેશ્મા પટેલ
  • August 29, 2025

chaitar vasava case: દેડિયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના પર થયેલો મારામારીનો કેસ. એક તરફ ચૈતર વસાવાની જામીન અરજી પર વારંવાર સુનાવણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

 Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

  • August 29, 2025
  • 13 views
 Lucknow Gangrape: 14 વર્ષની કિશોરી પર 4 શખ્સોનો ગેંગરેપ, બેટી બચાવોના નારા વચ્ચે આ હાલ!

UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

  • August 29, 2025
  • 3 views
UP News: સાળીના પ્રેમમાં પાગલ બનેવી વીજળીના ટાવર પર ચઢી ગયો, 7 કલાક ચાલ્યો હાઇ વોલ્ટેજ ડ્રામા અને પછી…

UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

  • August 29, 2025
  • 5 views
UP News: પટવાળાએ અધિકારી બનીને કેબિનેટ મંત્રીને આખી હોસ્પિટલના ચક્કર લગાવડાવ્યા, જાણો તેને શું મળી સજા?

 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

  • August 29, 2025
  • 11 views
 Rupee Bottom: ભારત-અમેરિકા ટેરિફ વોરથી રૂપિયો ઐતિહાસિક તળિયે: ડૉલર સામે 88.29ની નીચી સપાટીએ

Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

  • August 29, 2025
  • 18 views
Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ

‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro

  • August 29, 2025
  • 15 views
‘યુક્રેનમાં મોદીનું યુદ્ધ’, ટ્રમ્પ સલાહકારે વિશ્વ ગુલ્લુ મોદીની ફજેતી કરી નાખી | US | Peter Navarro