
- ગાંધીનગરની જેમ રાજકોટમાંથી બદનક્ષીનો કેસ પાછો ખેંચાશે
- બે ધારાસભ્યો વિરુધ્ધ ધરપકડ વોરંટ
- ધારાસભ્ય સી.જે ચાવડા અને શૈલેષ પરમારની મુશ્કેલીઓ વધી
Arrest Warrant: કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્ય સી.જે ચાવડા સામે રાજકોટ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈસ્યૂ કરાયું હોવાના અહેવાલ છે. સાથે સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે પણ રાજકોટ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કર્યું હોવાની મિડિયામાં વાત વહેતી થઈ છે.
સી.જે ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલ સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ આચર્યાના આરોપ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ પર લગાવ્યા હતા. આ મામલે રુપાણી અને ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી. ત્યારે હવે આ અંગે કોર્ટે સી.જે ચાવડા અને શૈલેષ પરમાર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હોવાની વાત સામે આવી છે.
વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ કહ્યું ધરપકડ વોરંટ નથી, કોર્ટમાં હાજર રેવાની વાત
કૌભાંડ મામલે ધારાસભ્ય સી. જે ચાવડાએ કહ્યું બે કેસ કોર્ટમાં ચાલતા હતાં અને અગાઉ આ મામલે સમાધાન થઈ ગયું છે. આ ધરપકડ વોરંટ નથી ફક્ત 21 માર્ચના દિવસે કોર્ટમાં હાજર રહેવાની નોટિસ છે. અમારૂ સમાધાન થઈ ચુક્યું છે અને માત્ર કોર્ટમાં હાજર રહેવાની વાત છે.
શૈલેષ પરમારે કહ્યું કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હોય શકે…
આ મુદ્દે શૈલેષ પરમાર દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં શૈલેષ પરમારે જણાવ્યું કે, બે મુદ્દતમાં અમે લોકો હાજર રહ્યાં નહતાં. તેથી કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હોય શકે. જે પણ કાયદેસર કાર્યવાહી કોર્ટ તરફથી કરવામાં આવશે તેની સામે અમારા વકીલ દ્વારા કાર્યવાહી કરાશે. ગાંધીનગરમાં જે પ્રકારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર્ટમાં જે દાવો કર્યો હતો તે પાછો ખેંચી લીધો હતો, તે જ પ્રકારે રાજકોર્ટ કોર્ટમાં પણ એ જ પેટર્ન દ્વારા દાવો પરત ખેંચી લેવાના છે.
500 કરોડના આરોપમાં થયો હતો બદનક્ષી કેસ
કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર, સુખરામ રાઠવા અને સી.જે ચાવડા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકોટ ભાજપના અગ્રણી નિતિન ભારદ્વાજ સામે કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયા કંપનીની જમીનમાં ઝોન ફેર કરી 500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવાયો હતો. જોકે, વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ દ્વારા આ આરોપોને નકારી દેવામાં આવ્યા હતાં. આરોપ તદ્દન ખોટા અને વાહિયાત જણાવી વિજય રૂપાણીએ ગાંધીનગર કોર્ટ અને નીતિન ભારદ્વાજે રાજકોટ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. જોકે, ગાંધીનગરની કોર્ટમાં આ મામલે વિજય રૂપાણી સાથે સમાધાન થઈ ગયું હતું અને રૂપાણીએ પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.
આ પણ વાંચોઃ Kutch Accident: કચ્છમાં ભયંકર અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા, ખાનગી બસ-ટ્રેલર વચ્ચે અકસ્માત
આ પણ વાંચોઃ મહાકુંભ: ત્રણ વિવિધ અકસ્માતમાં 16ના મોત; 6 લોકોના એક આખા પરિવારે દુનિયાને કહ્યું અલવિદા
આ પણ વાંચોઃ Sonia Gandhi: 79 વર્ષિય સોનિયા ગાંધીને હોસ્પિટલમાં કેમ કરાયા દાખલ? જાણો શું થયું?