
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ ઇન્ડિયાના અધિકારીઓને વચગાળાનું પોલીસ રક્ષણ આપ્યું છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે “કલ્ટ ઓફ ફિયર: આસારામ બાપુ” નામની દસ્તાવેજી શ્રેણીના પ્રકાશન પછી તેમને આસારામ બાપુના અનુયાયીઓ દ્વારા ધમકીઓ મળી રહી છે.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે કેન્દ્ર અને મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સરકારોને નોટિસ જારી કરી હતી અને અરજદાર શશાંક વાલિયા અને અન્ય લોકો તેમજ તેમની ઓફિસોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.
ડોક્યુમેન્ટરી બનાવનાર ટીમને બહાર નીકળવું મુશ્કેલ
“નોટિસનો જવાબ 3 માર્ચ, 2025થી શરૂ થતા અઠવાડિયામાં આપવાનો છે. આ દરમિયાન અરજદારો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિનવ મુખર્જીએ કહ્યું અમે પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે અરજદારોને ઓફિસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે અને અરજદારોને શારીરિક નુકસાન પહોંચાડવાની કોઈ ધમકી ન આપવામાં આવે.” તેમણે વધુમાં કહ્યું ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ ઇન્ડિયાના અધિકારીઓને આસારામના અનુયાયીઓ તરફથી ધમકીઓ મળી રહી છે અને તેમના માટે દેશમાં મુક્તપણે મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે.
મુંબઈના કાર્યાલય પર થયો હતો હુમલો
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે 30 જાન્યુઆરી, 2025 ના રોજ ડિસ્કવરીના મુંબઈ કાર્યાલયની બહાર ભીડ એકઠી થઈ હતી અને અનધિકૃત પ્રવેશનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હોવા હતુ. જો કે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં દારૂની સપ્લાઈ કરતી 14 મહિલા બૂટલેગર પકડાઈ, જુઓ
આ પણ વાંચોઃ ટ્રમ્પે 1 મહિનો પણ પૂર્ણ ન કર્યો અને ઓકાત દેખાડી, વિરોધીએ આપ્યો જવાબ, લોકો રસ્તા પર ઉતર્યા







