
Attack on Gopal Italia: જામનગરમાં આમ આદમીની પાર્ટીની ચાલુ સભામાં ભાષણ કરી રહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિએ અચાનક ઉભા થઇ ઇટલીયા ઉપર જૂતાનો ઘા કરતા ભારે દેકારો મચી ગયો હતો અને
ત્યાં હાજર આદમી પાર્ટીના કાર્યકરોએ તરતજ જુતું મારનાર વ્યક્તિને પકડીને ઢોર માર મારતા તેને પોલીસે વચ્ચે પડીને છોડાવ્યો હતો અને જી.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.
જૂતા ફેકનાર વ્યક્તિનું નામ છત્રપાલસિંહ જાડેજા હોવાનું જાણવા મળ્યું છે જે કોંગ્રેસનો કાર્યકર હોવાની વાત સામે આવી છે કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઇટલીયાએ ફેંકેલા જૂતાનો બદલો લીધો હોવાનું જણાવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે આઠ વર્ષ અગાઉ તા.2 માર્ચ, 2017ના રોજ ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા તે વખતે ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા,બસ એજ પેટર્નથી આજે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કર્યો હતો અને નારા લગાવ્યા હતા.
દરમિયાન,અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAPની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે.
અમે ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ કોંગ્રેસ જ પીડા અનુભવી રહી છે શા માટે?
બીજી તરફ ગોપાલ ઇટલીયાએ પોલીસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ એક પ્લાનિંગ હતું અને પોલીસને પહેલેથી જ ખબર હતી તેથી તેઓ પહેલા આવીને નજીકમાં ઉભા રહ્યા હતા અને પછી આ ઘટના બની બાદમાં તે લોકોજ જુતું મરનારને ત્યાંથી બચાવી લઈ ગયા હતા.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






