
બનસકાંઠા જીલ્લામાંથી વાવ-થરાદ નવો જીલ્લો બનાવવાની જાહેરાત થઈ છે, ત્યારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે સ્થાનિક ચૂંટણી જાહેર થતાં લોકોમાં વધુ વિરોધનો સૂર ઉઠ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેથી ધાનેરાની ચૂંટણી બાકાત રખાઈ છે. ત્યારે આજે 10 વાગ્યે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠક મળનાર છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગે ફેર વિચારણા કરવામાં આવી શકે છે.
બનાસકાંઠામાં ભારે વિરોધ
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ ગઈકાલે 21 જાન્યુઆરીએ ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી હતી. જ્યારે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
દિયોદર તાલુકાના લોકો પણ વિરોધ કરી રહ્યા છે. તે અલગ જીલ્લાની માગ કરી રહ્યા છે. તેમની માગ છે કે ઓગડને જીલ્લા જાહેર કરવામાં આવે. તેમજ તેનું વડુમથક દિયોદરને રાખવામાં આવે.
આ પણ વાંચોઃ NAVSARI: મારી પત્નીને જોઈને હોર્ન કેમ વગાડ્યો કહી કર્યો હુમલો







