Deesa: નકલી નાણાંની ફેક્ટરી ઝડપાઈ, 39 લાખની નકલી નોટો સાથે 2 આરોપીઓની ધરપકડ, એક ફરાર

  • Gujarat
  • September 5, 2025
  • 0 Comments

Deesa Fack Currency Factory:  સમગ્ર દેશ સહિત ગુજરાતમાં દરેક નેતાઓથી લઈને જજ, વકીલ, કોર્ટ બધું જ નકલી પકડાઈ રહ્યું છે. આ બદી સતત વધી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના આ નાનકડા ગામના એક ખેતરમાં આવેલા રહેણાંક મકાનના ભોંયરામાં નકલી ચલણી નોટો બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે આ ફેક્ટરી ઝડપી પાડી છે, જેની સાથે અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ન માત્ર સ્થાનિક વહીવટી તંત્રને હચમચાવી દીધું છે, પરંતુ નકલી નોટોના આ રેકેટની વ્યાપક તપાસની જરૂરિયાતને પણ ઉજાગર કરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે મહાદેવિયા ગામમાં રાયમલસિંહ પરમારના ખેતરમાં આવેલા એક રહેણાંક મકાનના ભોંયરામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ડીસા રૂરલ પોલીસ મથકની ટીમે આ મકાન પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન પોલીસને જે દૃશ્ય જોવા મળ્યું તે જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. ભોંયરામાં એક નકલી નોટોની ફેક્ટરી ચાલી રહી હતી, જેમાં પાંચ કલર પ્રિન્ટર, ઝેરોક્સ કાગળો, પેપર કટર, કલર ઈન્ક અને અન્ય સાધનોનો ઉપયોગ થઈ રહ્યો હતો.

39 લાખની નકલી નોટો પકડાઈ

પોલીસે આ ફેક્ટરીમાંથી 500 રૂપિયાના દરની 5,000થી વધુ નકલી નોટો જપ્ત કરી, જેની કુલ કિંમત આશરે 39 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. આ નોટો અલગ-અલગ સીરિઝ નંબરો સાથે તૈયાર કરવામાં આવી હતી, જે બાહ્ય દેખાવમાં અસલી નોટો જેવી જ લાગતી હતી. આ ઉપરાંત, ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નકલી નોટો અને અનિયમિત આકારમાં કાપેલી નોટો પણ મળી આવી, જેનો ઉપયોગ કદાચ ટેસ્ટિંગ અથવા અન્ય હેતુઓ માટે થતો હોવાનું મનાય છે.

40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે અંદાજે 40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, 500 રૂપિયાના દરની 5,000થી વધુ નકલી નોટો, જેની કિંમત 39 લાખ રૂપિયા. પાંચ કલર પ્રિન્ટર, ઝેરોક્સ કાગળો, પેપર કટર, કલર ઈન્ક અને અન્ય સાધનો. ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયાની નોટો અને અનિયમિત આકારની કાપેલી નોટો. આ સાધનોનો ઉપયોગ નકલી નોટો બનાવવા માટે કરવામાં આવતો હતો, અને પોલીસનું માનવું છે કે આ ફેક્ટરી લાંબા સમયથી ચાલી રહી હશે, જેની વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો:

DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા

Bihar: ભાજપ-આરજેડીના સમર્થકો વચ્ચે “Graduation” ના સ્પેલિંગને લઈ બબાલ

તમારી જાતને સારી રીતે તૈયાર કરો, પરિવારની તાકાત બનો, હિંમત નસીબ બનાવે છે: Miss Bhayesh Soniji

અમદાવાદમાંથી પકડાયેલા કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડના હર્ષિત જૈનની દુબઈથી ધરપકડ | Harshit Jain

UP Accident: ભયંકર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત, પેટ ફાટી જતાં ભ્રૂણ રસ્તા પર પડ્યો, બાઈકને ડમ્પરે મારી ટક્કર

મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

Related Posts

Tet-Tat protest: ગુજરાતમાં શિક્ષક દિવસે ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, સરકાર પર નોકરી ચોરીના આક્ષેપ
  • September 5, 2025

Tet-Tat protest: શિક્ષક દિવસના પવિત્ર દિવસે, ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન અને ધરણા માટે એકઠા થયા, જેમણે જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષક ભરતીની માંગણી કરી. આ…

Continue reading
Rajkot:’હું હનુમાનજીનો જમાઈ છું’ અનિરુદ્ધસિંહને સમર્થન આપવા ગયેલા પી.ટી.જાડેજા કેમ આવું બોલ્યા?
  • September 5, 2025

Rajkot: ગોંડલના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફીની માગણીને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવામા આવી હતી. આ ક્રાર્યક્રમમાં મોટી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tet-Tat protest: ગુજરાતમાં શિક્ષક દિવસે ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, સરકાર પર નોકરી ચોરીના આક્ષેપ

  • September 5, 2025
  • 4 views
Tet-Tat protest: ગુજરાતમાં શિક્ષક દિવસે ટેટ-ટાટ ઉમેદવારોનું આંદોલન, સરકાર પર નોકરી ચોરીના આક્ષેપ

President Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણી, કરાર પહેલા સૈનિકો તૈનાત કરાશે તો બક્ષવામાં નહીં આવે

  • September 5, 2025
  • 6 views
President Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણી, કરાર પહેલા સૈનિકો તૈનાત કરાશે તો બક્ષવામાં નહીં આવે

Rajkot:’હું હનુમાનજીનો જમાઈ છું’ અનિરુદ્ધસિંહને સમર્થન આપવા ગયેલા પી.ટી.જાડેજા કેમ આવું બોલ્યા?

  • September 5, 2025
  • 7 views
Rajkot:’હું  હનુમાનજીનો જમાઈ છું’ અનિરુદ્ધસિંહને સમર્થન આપવા ગયેલા પી.ટી.જાડેજા કેમ આવું બોલ્યા?

Mahisagar: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 લોકોનો હજુ પત્તો નહીં, પરિવારો ચિંતામાં

  • September 5, 2025
  • 10 views
Mahisagar: હાઇડ્રો પાવર પ્લાન્ટમાં ડૂબેલા 5 લોકોનો હજુ પત્તો નહીં, પરિવારો ચિંતામાં

Umar Khalid case: હાઈકોર્ટે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી, કપિલ સિબ્બલ હવે સુપ્રીમ કોર્ટ જશે

  • September 5, 2025
  • 11 views
Umar Khalid case: હાઈકોર્ટે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી, કપિલ સિબ્બલ હવે સુપ્રીમ કોર્ટ જશે

Junagadh: યુવા પેઢીમાં હિંસાનો વધતો ટ્રેન્ડ! આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના નવા વીડિયોમાં શું દેખાયું?

  • September 5, 2025
  • 14 views
Junagadh: યુવા પેઢીમાં હિંસાનો વધતો ટ્રેન્ડ! આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના નવા વીડિયોમાં શું દેખાયું?