
બનાસકાંઠા જીલ્લામાંથી અનેક અપરાધી ઘટનાઓ બહાર આવી રહી છે. ત્યારે હવે થરાદમાંથી સ્પાની આડ ચાલતા દેહવિક્રયનો વેપલો ઝડપાયો છે. રાજસ્થાનના શખ્સો થરાદમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો કરતાં ઝડપાયા છે. હાલ આ મામલે બે આરોપીને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
થરાદમાં ચાલતા સ્પાની આડમાં ગોરખધંધો ચાલી રહ્યો છે. જેને લઇ થરાદ પોલીસે ગઈકાલે ગુરુવારે થરાદના ચાર રસ્તા પાસે આવેલ બોમ્બે માર્કેટમાં બીજા માળે ચેમ્પિયન સ્પામાં ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. જેમાં સ્પામાં બહારથી ભાડેથી આંતર રાજયની યુવતીઓ બોલાવી અને તેઓને પૈસાનું પ્રલોભન આપી સ્પાના ઓથા હેઠળ પોતાના આર્થિક લાભ સારૂ દેહવિક્રયની પ્રવૃત્તિ ચલાવતા સ્પાના મેનેજર ઝડપાયા હતા. તેમજ સ્પાના માલિક રેડ દરમિયાન હાજર ન મળી આવતાં રોકડ રકમ, મોબાઇલ ફોન તથા અન્ય ચીજવસ્તુ મળી રૂ.26200 ના મુદ્દામાલ સાથે તેઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
ઝડપાયેલા આરોપીઓ
1.રામારામ ચૌધરી, સ્પા મેનેજર(રહે. રાજસ્થાન)
2. ઠાકરશીભાઈ ભીલ, જેમના નામે સ્પાનું લાયસન્સ (રહે. થરાદ),
ફરાર આરોપી
1. યુવરાજસિંહ ભાટી, માલિક (રહે. રાજસ્થાન)
આ સમાચાર પણ વાંચોઃ અમરેલીની પોલીસે જે કર્યું તેની સજા મળવી જોઈએઃ પરેશ ધાનાણી