BANASKANTHA: પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રાયસ કરનાર પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત, ગંભીર રીતે દાઝી ગયા હતા

  • Gujarat
  • February 26, 2025
  • 0 Comments

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં બારડ પુરા પોલીસ ચોકી આગળ પૂર્વ કોર્પોરેટર સળગી જતા મોત થયું છે. દાઝી ગયા બાદ સારવાર માટે દાખલ કરાયેલા પૂર્વ કોર્પોરેટર ગુલશન ચુનારાનું મોત થયું છે.

એક અઠવાડિયા અગાઉ બારડપુરા પોલીસ ચોકી આગળ આત્મવિલોપન)(self-immolation)નો પ્રયાસ કર્યો હતો. પડોશીની તકરારમાં સમાધાન માટે ગયેલા પૂર્વ કોર્પોરેટર ગુલશન ચુનારાએ પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચોંપી દીધી હતી. મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પાલનપુર પૂર્વ પોલીસે અઝરુદ્દીન અલીહુસૈન ચૌહાણ, હીનાબાનુ અઝરુદ્દીન ચૌહાણ અને આફરીનબાનું અલીહુસૈન ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે સાકીર દાઉદભાઈ સિપાહી અને ઇમરાન ઈસ્માઈલભાઈ સિંધી હજુ પણ ફરાર છે.

કેમ કર્યો હતો આત્મવિલોપનનો પ્રાયસ?

એક અઠવાડિયા પૂર્વે પાલનપુરના જનતાનગર ટેકરા વિસ્તારમાં પડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં બંને પક્ષોએ પોલીસ મથકે અરજી આપી હતી. અ અરજી કચરો નાખવાની તકરારમાં બે મુસ્લિમ પરિવારો વચ્ચે થઈ હતી. આ અનુસંધાને પાલનપુર પોલીસ ચોકીમાં બોલાવ્યા હતા. જ્યાં પૂર્વ કોર્પોરેટર ગુલશનબેન પોલીસ ચોકીની બહાર પડેલું પેટ્રોલ છાંટી અત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયાહતા.

આ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા જોર જોરથી બૂમો પાડતા આજુબાજુમા થી આવતા લોકોએ ગાદલું અને અને બારદાનથી આગ બુઝાવી હતી. અને પૂર્વ મહિલા કોર્પોરેટરને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. તેઓ 60થી 70 ટકા જેટલું દાઝી ગયા હતા. આ મામલે પૂર્વ કોર્પોરેટરના પુત્રએ પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે 5 શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા, રથને કરાયો પ્રસ્થાન

આ પણ વાંચોઃ Shivaratri 2025: જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું

આ પણ વાંચોઃ પાલનપુરમાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝા 3 લાખની લાંચ લેતાં ઝડપાયા, અહીંથી વધુ બે ઝડપાયા

આ પણ વાંચોઃ  વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ કેમ દોડી રહ્યા છે?

Related Posts

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading
Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
  • August 7, 2025

Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ