
બાંગ્લાદેશમાં મહિલાઓ પર થતાં અત્યાચારોમાં સતત વધારો થયો છે. મુહમ્મદ યુનુસા નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પણ અત્યાચારો રોકવામાં નિષ્ફળ ગઈ છે. આખું વિશ્વ શનિવારે (8 માર્ચ 2025) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. કાયદાના અમલીકરણની નિષ્ફળતા અને જવાબદારીનો અભાવ ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે.
મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં વધારો
બાંગ્લાદેશના અગ્રણી અખબાર ધ ડેઇલી સ્ટાર સાથે વાત કરતાં બાંગ્લાદેશ મહિલા પરિષદના પ્રમુખ ફૌઝિયા મોસલેમે જણાવ્યું તે સમગ્ર સમાજ જાગૃત નહીં થાય તો આ અત્યાચારનો સામનો કરવો ખૂબ મુશ્કેલ બનશે.
ગયા વર્ષે ઓગસ્ટમાં સત્તા પરિવર્તન પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ વધારો થયો છે. ઢાકા સ્થિત હ્યુમન રાઇટ્સ કલ્ચરલ ફાઉન્ડેશન (MSF) ના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2025 માં મહિલાઓ અને બાળકો સામે હિંસાના 295 બનાવો નોંધાયા છે.
ઇસ્લામિક કટ્ટરપંથીઓ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે
દેશના અગ્રણી દૈનિક ધ ઢાકા ટ્રિબ્યુન અહેવાલ અનુસાર ઇસ્લામિક કટ્ટરવાદી જૂથો, આતંકવાદીઓ અને અન્ય ઉગ્રવાદી તત્વો હિંસક ઘટનાઓને અંજામ આપે છે. આ જૂથો મહિલાઓની સલામતી માટે ગંભીર ખતરો છે. વિવિધ વ્યવસાયોની કુલ 21 મહિલાઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેમને ઘરની બહાર જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો છે. ઢાકામાં રહેતી 19 થી 48 વર્ષની વયની આ મહિલાઓએ શેરીમાં થતી ઉત્પીડનના અનેક કિસ્સાઓ નોંધાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને ડર છે કે જો તેઓ વિરોધ કરશે તો તેઓ ટોળાનું નિશાન બની શકે છે.
બે મહિનામાં 85 મહિલાઓ પર બળાત્કાર થયો
ઢાકા સ્થિત માનવાધિકાર સંગઠન આઈન ઓ સલીશ કેન્દ્ર અનુસાર, ફેબ્રુઆરી 2025 માં દેશમાં 46 મહિલાઓ પર બળાત્કાર થયા હતા. પીડિતો 18-22 વર્ષની વયના છે. જ્યારે જાન્યુઆરીમાં 39 બળાત્કારની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓને ઇસ્લામિક કટ્ટરપંથીઓનો અંજામ આપી રહ્યા હોવાનો આરોપ છે.
આ પણ વાંચોઃ RAJKOT: ગેસલાઈન પાસે જ રેલવેની 66 KV વીજલાઈન નાખતાં ભારે વિરોધ
આ પણ વાંચોઃ રોહિત-વિરાટ પાસે ચોથી ICC ટ્રોફી જીતવાની તક| ICC Champions Trophy Final
આ પણ વાંચોઃ ભારત-ચીનની વાટાઘાટો વચ્ચે સેના પ્રમુખએ સ્પષ્ટ કહ્યું: ચીન પર ભરોસો ન રાખી શકાય| India Today Conclave
આ પણ વાંચોઃ Surat Suicide: દેવા ડૂબેલા પરિવારનો આપઘાત, માતા-પિતા અને પુત્રએ ઝેરી દવા પીધી